For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ-પ્રિયંકાના સંબંધો પર ભાજપ નેતાએ FB પર કરી ગંદી ટિપ્પણી, કેસ ફાઈલ

હિમાચલ પ્રદેશમાં પોતાને ભાજપના કાર્યકર્તા ગણાવતા એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં રાહુલ-પ્રિયંકા વિશે અભદ્ર ટિપ્પણી કરી.

|
Google Oneindia Gujarati News

હિમાચલના શિમલામાં પોતાની બહેન પ્રિયંકા વાડ્રા ગાંધીના બંગલાને જોઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્લી પાછા આવી રહ્યા હતા કે હિમાચલ પ્રદેશમાં પોતાને ભાજપના કાર્યકર્તા ગણાવતા એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં એવી અભદ્ર ટિપ્પણી કરી દીધી જેનાથી રાજ્યનો રાજકીય પારો ઠંડીના આ માહોલમાં એકાએક વધી ગયો છે.

શિમલામાં પ્રિયંકાનો બંગલો જોવા ગયા હતા રાહુલ

શિમલામાં પ્રિયંકાનો બંગલો જોવા ગયા હતા રાહુલ

વાસ્તવમાં હાલમાં જ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા વાડ્રા સાથે શિમલાના છરાબઉ વિસ્તારમાં બનીને તૈયાર થયેલો બંગલો જોવા પહોંચ્યા હતા. તે અહીં બે દિવસ પસાર કરીને પાછા દિલ્લી પાછા આવ્યા. પરંતુ આ વચ્ચે ભાજપ કાર્યકર્તા રણબીર સિંહ નેગીએ બંને ભાઈ બહેનના વિરોધમાં પોતાના ફેસબુક પેજ પર અભદ્ર ટિપ્પણી કરી છે જેનાથી કોંગ્રેસીઓ ભડક્યા છે.

ભાજપ નેતાએ કરી ગંદી પોસ્ટ

ભાજપ નેતાએ કરી ગંદી પોસ્ટ

કોંગ્રેસ પાર્ટીએ ફેસબુક પર રાહુલ ગાંધી સામે પોસ્ટ કરનારા રણવીર નેગી સામે સોલનના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધમકી આપી છે કે જો દોષિતને 27 ડિસેમ્બર સુધી ધરપકડ કરવામાં ન આવી તો કોંગ્રેસ પોલિસ સામે રસ્તા પર ઉતરશે. સોલન જિલ્લા કોંગ્રેસ સમિતિના મહાસચિવ રોહિત શર્માના નેતૃત્વમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ ડીએસપી અમિત ઠાકુરને મળ્યા અને તેમને આ અંગે ફરિયાદ મળી છે. પોલિસ કેસ નોંધી કાર્યવાહી કરી રહી છે.

ભાજપની નિમ્ન માનસિકતાઃ કોંગ્રેસ

ભાજપની નિમ્ન માનસિકતાઃ કોંગ્રેસ

વળી, બીજી તરફ રોહિત શર્માએ જણાવ્યુ કે શિમલા ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયાના દૂરુપયોગ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ તેમની બહેન પ્રિયંકાના હિમાચલ પ્રવાસ અંગે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે. આનાથી ભાજપ નેતાની માનસિકતા છલકે છે. યુવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મનીષ ઠાકુરે કહ્યુ કે સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાનું નામ ચિન્હિત કરીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધના વિરોધમાં જે નિમ્ન સ્તરની ટિપ્પણી કરી છે તે ભાજપની નિમ્ન સ્તરની માનસિકતા દર્શાવે છે. આની હિમાચલ પ્રદેશ યુવા કોંગ્રેસ આકરા શબ્દોમાં નિંદા કરે છે. સમાજમાં આ પ્રકારની ટિપ્પણી કરવી અશોભનીય છે. આ તરફ પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલે કહ્યુ છે કે ભાઈ બહેનનો સંબંધ મર્યાદિત હોય છે. આના પર ટિપ્પણી કરવી અશોભનીય છે. જો આ કેસમાં સચ્ચાઈ જોવા મળી તો કાર્યકર્તાને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં પીએમ મોદીએ જાહેર કર્યો 100 રૂપિયાનો સ્મારક સિક્કોઆ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં પીએમ મોદીએ જાહેર કર્યો 100 રૂપિયાનો સ્મારક સિક્કો

English summary
On Rahul Priyanka relation BJP leader's dirty post on FB in Shimla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X