For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI રેડ મુદ્દે દિલ્હીમાં રાજનીતિ ગરમાઈ, સરકાર એજન્સીનો દુરૂપયોગ કરતી હોવાનો APP નો આરોપ

આપ સાંસદ સંજય સિંહે જણાવ્યુ કે, મનીષ સિસોદિયાના ઘર પરના દરોડામાં સીબીઆઈને કંઈ જ હાથ લાગવાનું નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આરોપ લગાવ્યા છે કે CBI એ તેમની ઓફિસ અને ઘર સહિત તેમની જગ્યાઓ પર રેડ કરી છે. હવે આ મુદ્દે દિલ્હીની રાજનીતિ ગરમાઈ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. આપ સાંસદ સંજય સિંહે જણાવ્યુ કે, મનીષ સિસોદિયાના ઘર પરના દરોડામાં સીબીઆઈને કંઈ જ હાથ લાગવાનું નથી.

Aam Aadmi Party

આમ આદમી પાર્ટી આ રેડને લઈને સતત હમલાવર જોવા મળી રહી છે ત્યારે સંજય સિંહે કહ્યું કે, ક્યારેય ભ્રષ્ટાચારમાં સામેલ ન રહેતા સિસોદિયા દિલ્હીમાં ભણતા બાળકો માટે સારું કામ કરી રહ્યા છે. ભાજપ તેમને ફસાવવા આ હરકતો કરી રહી છે.

આમ આદમી પાર્ટી સહિતની વિપક્ષી પાર્ટીઓ એજન્સીઓના દુરૂપયોગનો આરોપ લગાવી રહી છે ત્યારે રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, મોદી સરકાર AAP અને તેના નેતાઓને બદનામ કરવા માટે CBIનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે અને ખોટા દરોડા પાડી રહી છે.+

સંજય સિંહે આગળ કહ્યું કે, સીબીઆઈએ પહેલા મનીષ સિસોદિયાના ઘર, ગામ, ઓફિસ, બેંક લોકર પર દરોડા પાડ્યા અને કંઈ મળ્યું નહીં. આ વખતે પણ તેમને કશું મળશે નહીં.
અહીં તમને જણાવી દઈએ કે, સિસોદિયાએ ટ્વિટ કહ્યુ હતું કે, આજે ફરી CBI મારી ઓફિસ પહોંચી છે. તેમનું સ્વાગત છે. તેઓએ મારા ઘરે દરોડા પાડ્યા, મારી ઓફિસ પર દરોડા પાડ્યા, મારા લોકરની તલાશી લીધી અને મારા ગામની પણ તલાશી લેવામાં આવી. મારી સામે કંઈ મળ્યું નથી અને કંઈપણ મળશે નહીં કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી. સિસોદિયાના કહેવા પ્રમાણે, તેમણે દિલ્હીના બાળકોના શિક્ષણ માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે.

English summary
On the CBI Red issue, the Aam Aadmi Party accused the central government of misusing the agency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X