For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક વાર ફરીથી કોંગ્રેસ માટે વિપક્ષનું પદ મેળવવુ થયુ મુશ્કેલ

કોંગ્રેસને એક વાર ફરીથી વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે કમસે કમ 55 સીટોની જરૂર હોય છે. ગઈ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 44 સીટો પર જીત મેળવી શકી હતી. કંઈક આવી જ સ્થિતિ એક વાર ફરીથી આ વખતની લોકસભા ચૂંટણીમાં થઈ છે. રૂઝાનો અનુસાર કોંગ્રેસ માત્ર 52 સીટો પર જીત મેળવતી જોવા મળી રહી છે. એવામાં કોંગ્રેસને એક વાર ફરીથી વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રૂઝાનો અનુસાર આ વખતની ચૂંટણીમાં ભાજપ એકલા પોતાના દમ પર 300નો આંકડો પાર કરતી જોવા મળી રહી છે જ્યારે એનડીએ 350ના આંકડા સુધી પહોંચતી જોવા મળી રહી છે.

rahul gandhi

તમને જણાવી દઈએ કે રૂઝાન અનુસાર ભારતીય જનતા પાર્ટી એકલા પોતાના દમ પર 300નો આંકડો પાર કરતી દેખાઈ રહી છે. વળી, એનડીએ 348 સીટો પર આગળ ચાલી રહી છે. એવામાં પરિણામોથી સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પીએમ બનવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં શામેલ થયેલા શત્રુઘ્ન સિન્હા પાછળ ચાલી રહ્યા છે. શત્રુઘ્ન સિન્હા સામે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ મેદાનમાં છે.

આ પણ વાંચોઃ ભાજપને છપ્પરફાડ સીટો મળવા પર આવ્યુ પીએમ મોદીનું પહેલુ ટ્વીટ, જાણો શું કહ્યુઆ પણ વાંચોઃ ભાજપને છપ્પરફાડ સીટો મળવા પર આવ્યુ પીએમ મોદીનું પહેલુ ટ્વીટ, જાણો શું કહ્યુ

English summary
Once again its going to tough for congress to get position of leader of opposition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X