For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘એક દેશ એક ચૂંટણી'ના વિચાર પર મોટાભાગની પાર્ટીઓ સંમતઃ રાજનાથ સિંહ

સંસદ ભવનમાં બુધવારે ‘એક દેશ એક ચૂંટણી'ના મુદ્દે થયેલી સર્વપક્ષીય બેઠક બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે મોટાભાગના રાજકીય પક્ષો દેશમાં સાથે સાથે વિધાનસભા અને લોકસભા ચૂંટણી પર સંમત છે.

|
Google Oneindia Gujarati News

સંસદ ભવનમાં બુધવારે 'એક દેશ એક ચૂંટણી'ના મુદ્દે થયેલી સર્વપક્ષીય બેઠક બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે મોટાભાગના રાજકીય પક્ષો દેશમાં સાથે સાથે વિધાનસભા અને લોકસભા ચૂંટણી પર સંમત છે. સિંહે કહ્યુ કે સીપીઆઈનો મત અલગ હતો પરંતુ તેમનો વાધો પણ આને લાગુ કરવાની રીત વિશે હતો. રાજનાથ સિંહે જણાવ્યુ કે 40 પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ, 21 એ બેઠકમાં ભાગ લીધો અને ત્રણે લેખિતમાં પોતાનું મંતવ્ય મોકલ્યુ. બુધવારે પ્રધાનમંત્રી 'એક દેશ એક ચૂંટણી' પર ચર્ચા કરવા માટે દેશના રાજકીય પક્ષોના અધ્યક્ષો સાથે બેઠક કરી. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી, સપા, ટીડીપી, ડીએમકે અને બસપા શામેલ ન થયા. કેજરીવાલ અને કેસીઆર રાવ પણ બેઠકમાં આવ્યા નહિ. જો કે આ બંને પાર્ટીઓના પ્રતિનિધિ બેઠકમાં રહ્યા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામઆ પણ વાંચોઃ અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ

લેફ્ટ, એનસીપી, એનસી, પીડીપી બેઠકમાં શામેલ

લેફ્ટ, એનસીપી, એનસી, પીડીપી બેઠકમાં શામેલ

બેઠકમાં ટીએમસી ચીફ મમતા બેનર્જી, બસપા પ્રમુખ માયાવતી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીડીપીના ચંદ્રશેખર રાવ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શામેલ ન થયા. જો કે વિપક્ષના ઘણા પક્ષો બેઠકમાં શામેલ થયા. એનડીએના પક્ષો ઉપરાંત નેશનલ કોન્ફરન્સના ફારુખ અબ્દુલ્લા, બીજદના નવીન પટનાયક, પીડીપીની મહેબુબા મુફ્તી, સીપીઆઈના સીતારામ યેચુરી અને વાયએસઆરના જગનમોહન રેડ્ડી બેઠકમાં હાજર રહ્યા. આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને ટીઆરએસ પ્રમુખ ચંદ્રશેખર રાવ પોતે પણ ન આવ્યા અને બીજા નેતાઓને પણ ન મોકલ્યા.

વાયએસઆર કોંગ્રેસ, બીજદનું એક દેશ એક ચૂંટણીને સમર્થન

વાયએસઆર કોંગ્રેસ, બીજદનું એક દેશ એક ચૂંટણીને સમર્થન

દેશમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે કરાવવાને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પ્રમુખ જગનમોહન રેડ્ડી અને બીજદ પ્રમુખ નવીન પટનાયકનું સમર્થન મળ્યુ છે. વળી, જદયુએ પણ આનો પક્ષ લીધો છે. વળી, ઘણા નેતાઓએ આને ફગાવી દીધુ છે. બસપા પ્રમુખ માયાવતીએ કહ્યુ કે ઈવીએમ વિશે બેઠક બોલાવવામાં આવતી તો તેમાં શામેલ થતી, આ કોઈ મુદ્દો નથી. વળી, લેફ્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે ‘એક દેશ એક ચૂંટણી'ના મુદ્દાના વિરોધમાં છીએ.

મમતા અને અખિલેશે કહી આ વાત

મમતા અને અખિલેશે કહી આ વાત

મમતા બેનર્જીએ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને પત્ર લખીને કેન્દ્ર સરકારને એક ‘એક દેશ એક ચૂંટણી' મુદ્દે ઉતાવળ ન કરવા અને શ્વેતપત્ર તૈયાર કરવાની વાત કહી છે જેથી બધા પ્રમુખ નેતા શ્વેતપત્ર પર પોતાના વિચાર વ્યક્ત કરી શકે. આના માટે બધાને પૂરતો સમય પણ આપવો જોઈએ. સમાજવાદી પાર્ટા અધ્યક્ષ અખિલેશ યાદવે નરેન્દ્ર મોદી તરફથી ‘એક દેશ એક ચૂંટણી' મુદ્દે બોલાવેલી બેઠક વિશે કહ્યુ કે ભાજપે એ વચનો પર ધ્યાન આપવુ જોઈએ જે તેમણે જનતાને આપ્યા છે. અમુક પાર્ટીઓ છે જે ‘એક દેશ એક ચૂંટણી'ના મુદ્દા પર ક્યારેય રાજી નહિ થાય.

English summary
One Nation One Election All party meeting at Parliament under chairmanship of Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X