For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J &K : સેના-આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટર, બે જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટ થતા બે જવાન શહીદ થયા છે અને એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. જો કે એક આતંકીને પણ મારી નાંખવામાં આવ્યો છે. વધુ વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં બે જવાનો શહીદ થઇ ગયા છે. અને એક આતંકીને પણ મારી નાખવામાં આવ્યો છે. સાથે જ સીઆરપીએફનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. સંબપોરા વિસ્તારમાં સુરક્ષા દળોને કેટલાક આતંકીઓ હોવાના ઇનપુટ મળ્યા હતા. જે પછી સુરક્ષા દળોએે આ વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન આતંકીઓએ જવાનો પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં બે જવાનોની મોત થઇ છે. જો કે આતંકીઓના ફાયરિંગનો જવાનો મુહતોડ જવાબ આપી રહ્યા છે.

Terrorist

જમ્મુ કાશ્મીરના પોલીસના કાશ્મીર રેન્જના આઇજીપી મુનીર અહમદ ખાનથી આ વાતની પૃષ્ઠી થઇ છે. તેમણે એન્કાઉન્ટરમાં એક આતંકી જેની ઓળખ અજાજ અહમદમાં રૂપમાં કરવામાં આવી છે તેની મોત થયાની વાત સ્વીકારી છે.
બીજી તરફ ગુરુવારે સાંબા જિલ્લામાં પાકિસ્તારથી લાગેલી આંતરાષ્ટ્રીય સીમા પર સવારે સડા નવ વાગે સીમા સુરક્ષા દળની પેટ્રોલ પાર્ટી પર પણ પાકિસ્તાની રેન્જરોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં બીએસએફ જવાન તપન મંડલ શહીદ થયો હતો. જે બાદ બીએસએફએ પાકિસ્તાની રેન્જરોની ત્રણ ચોકીઓ ધ્વસ્ત કરી હતી. વળી બીજી તરફ ગુરુવારે અનંતનાગમાં પણ સેનાની ટુકડી પર હુમલો થયો હતો. પહેલગામ-અનંતનાગ રોડ પર લઝીબલ પાસે આતંકીઓએ સીઆરપીએફની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. જો કે આમાં કોઇ જાનહાની નહતી થઇ. તો દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં પણ આતંકીઓએ ભાજપના એક યુવા નેતાની હત્યા કરી હતી. 30 વર્ષીય ગૌહર હુસૈન બટનું શબ મૃત હાલતમાં મળ્યું હતું. બટ ભાજપના યુવા શાખાને જિલ્લા પ્રમુખ હતા. આ મામલે પોલીસે એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

English summary
one terrorist gunned down 2 jawans martyred in pulwama. Read More Detail Here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X