પુલવામાં એક આંતકીને માર્યા પછી સર્ચ ઓપરેશન શરૂ

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીર સ્થિત પુલવામાં સુરક્ષાકર્મીઓએ એક આંતકીને મોતને ઘાટ ઉતાર્યો છે. મળતી માહિતી મુજબ સોમવારે શરૂ થયેલા આ સર્ચ ઓપરેશનમાં હાલ સમગ્ર વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે હજી સ્પષ્ટ પણે જાણી નથી શકાયું કે આ વિસ્તારમાં અન્ય કેટલા આતંકીઓ છુપાઇને બેઠા છે પણ અમે એક આતંકીને મારી નાખ્યો છે. ક્ષેત્રમાં આતંકીઓ વિરુદ્ધ ગુપ્તચરોની રિપોર્ટ પછી સુરક્ષાદળોએ પુલવાને સીલ કરીને અભિયાન ચલાવ્યું છે. વધુમાં 2 અન્ય આંતકીઓ પણ છુપાયા છે તેવી જાણકારી મળી રહી છે.

pulawa

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઇદના દિવસે કાશ્મીરમાં અનેક સ્થળો પર સુરક્ષા દળોએ પથ્થરમારો કર્યો હતો અને હિંસક ઝડપો થઇ હતી. સીઆરપીએફના જવાનો સમતે આ ઘટનામાં 10 પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે ભીડને ભગાવવા માટે ટિયરગેસ પણ છોડ્યા હતા. જો કે એક બાજુ જ્યાં ભીડ દ્વારા સેના પર પથ્થરમારો થઇ રહ્યો છે ત્યાં જ બીજી તરફ પથ્થરબાજો પર પથ્થરમારો કરવામાં અને સેના વિરુદ્ધ દેખાવો કરવાથી ઊંચા નથી આવતા. કાશ્મીરમાં હાલ જે સ્થિતિ બની છે તે ખરેખરમાં ચિંતાજનક છે અને જરૂરી છે કે તેની પર જલ્દી જ કોઇ પગલાં લેવામાં આવે.

English summary
One terrorist has been gunned down by security forces in Pulwama.
Please Wait while comments are loading...