For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: જમ્મુ-કાશ્મીરમાં 11 મે સુધી માત્ર 2 સર્વિસની મંજૂરી, હાઈ સ્પીડ ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત

Lockdown: જમ્મુ-કાશ્મીરમાં 11 મે સુધી માત્ર 2 સર્વિસની મંજૂરી, હાઈ સ્પીડ ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ ગત એક અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ કેટલાય આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે, ઘાટીમાં આતંકવાદીઓનું સર્ચ અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે તો આ વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકારે અહીં હાઈ સ્પીડ ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત રાખવાનો ફેસલો કર્યો છે, સોમવારે સાંજે સરકાર તરફથી જાહેર આદેશમાં કહેવામાં આવ્યું કે 11 મે સુધી રાજ્યમાં માત્ર 2 જી ઈન્ટરનેટ સર્વિજ ચાલુ રહેશે, ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હટ્યા બાદથી જ રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પર આંશિક કે પૂર્ણ રૂપે રોક લાગી ગઈ છે.

2 સર્વિસને જ મંજૂરી

2 સર્વિસને જ મંજૂરી

હાલમાં જ કેન્દ્ર સરકારે અહીં પર 2જી ઈન્ટરનેટ સેવાઓને સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી હતી, સોમવારે કેન્દ્ર શાસિત પ્રદેશના ગૃહ વિભાગે 11 મે સુધી રાજ્યમાં માત્ર 2જી ઈન્ટરનેટ સર્વિસ ચાલુ રાખવાની વાત કહી છે, પોતાના નિવેદનમાં ગૃહ વિભાગે કહ્યું કે આતંકી ષડયંત્રો, કાઉન્ટર ટેરર ઓપરેશન અને અફવાઓને રોકવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ બહુ જરૂરી છે, આ ફેસલો સમજી વિચારીને લેવામાં આવ્યો છે.

પાકિસ્તાન કોરોના સંક્રમિતોને જમ્મુ-કાશ્મીર મોકલી રહ્યું છે

પાકિસ્તાન કોરોના સંક્રમિતોને જમ્મુ-કાશ્મીર મોકલી રહ્યું છે

હાલમાં જ જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પાકિસ્તાન દ્વારા રચવામાં આવી રહેલ ષડયંત્રનો ખુલાસો કર્યો હતો, ડીઆઈજી દિલબાગ સિંહે જણાવ્યુ્ં કે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન હવે કોરોના વાયરસનો આતંક ફેલાવવા માંગે છે. આના માટે પાકિસ્તાન કોરોના સંક્રમિતોને જમ્મુ-કાશ્મીર મોકલી રહ્યું છે, ડીજીપીએ કહ્યું હતું કે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે અત્યાર સુધી આતંકવાદી એક્સપોર્ટ કરનાર પાકિસ્તાનહવે કોરોનાના દર્દીને પણ એક્સપોર્ટ કરશે, તે કાશ્મીરમાં લોકો વચ્ચે ઈન્ફેક્શન ફેલાવશે માટે તેમાં સાવચેત રેહવાની જરૂરત છે. તેમણે જણાવ્યું કે આ વાતના પુખ્તા સબૂત છે કે પાકિસ્તાનમાં આતંકી કેમ્પોમાં કોરોના ફેલાઈ ગયો છે. હવે પાકિસ્તાન કોરોનાના દર્દી હોય તેવા આતંકીઓને પણ એક્સપોર્ટ કરશે અને અહીં લોકોમાં ઈન્ફેક્શન ફેલાવશે.

એક આતંકીના ફોનને ટેપ કરવામાં આવ્યો

એક આતંકીના ફોનને ટેપ કરવામાં આવ્યો

હાલમાં જ ટેપ થયેલ ફોનથી ખુલાસો થયો કે જેમાં પીઓકેમાં બેઠેલ એક આતંકવાદી પોતાના પિતા સાથે વાત કરતા કહી રહ્યો હતો કે તેના કેટલાય સાથી કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સાથે જ તેમને જલદી જ કાશ્મીર મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કોરોનાએ અમેરિકનોની ચિંતા વધારી, 24 કલાકમાં 1303 લોકોના મોતકોરોનાએ અમેરિકનોની ચિંતા વધારી, 24 કલાકમાં 1303 લોકોના મોત

English summary
In yet another set back to the Union territory of Jammu and Kashmir, the administration has extended the ban on high-speed internet till May 11, 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X