For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમમાં NRCની ફાઈનલ લિસ્ટ આજે જાહેર કરાશે, 41 લાખ લોકો પર ખતરો, સુરક્ષા કડક

અસમમાં આજનો દિવસ બહુ ખાસ છે. અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) લિસ્ટ જારી કરતા પહેલા રાજ્યાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અસમમાં આજનો દિવસ બહુ ખાસ છે. અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) લિસ્ટ જારી કરતા પહેલા રાજ્યાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. એનઆરસી લિસ્ટમાં નામ ન હોવા પર વિસ્તારમાં તણાવ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેને જોતા અસમમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 31 ઓગસ્ટ શનિવારે જાહેર કરાનાર એનઆરસીની પહેલી યાદીમાં નામ ન હોવા પર 41 લાખ લોકોના ભવિષ્ય પર ખતરો મંડરાવા લાગ્યો છે. લોકોની ચિંતા વધી ગઈ છે. એનઆરસીની લિસ્ટમાં નામ ન હોવાની સ્થિતિમાં તેમનુ શું થશે તે વિચારે લોકો હેરાન થઈ રહ્યા છે.

NRC

41 લાખ લોકોના ભવિષ્ય પર મંડરાયો ખતરો

અસમમાં ભારતીય અને વિદેશી નાગરિકોની ઓળખ ધરાવતા રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરની ફાઈનલ લિસ્ટ સવારે 10 વાગે જાહેર કરી દેવામાં આવશે. અસમમાં લોકો ઈન્ટરનેટ દ્વારા રજિસ્ટરમાં પોતાનુ નામ જોઈ શકે છે. આ ઉપરાંત લોકો જન સુવિધા કેન્દ્રોની મદદથી લિસ્ટમાં પોતાનુ નામ જોઈ શકે છે. આ લિસ્ટ માટે અસમના 41 લાખ લોકોના શ્વાસ અદ્ધર છે. આ એ લોકો છે જેમના નામ ગયા વર્ષે જાહેર કરેલ એનઆરસીની પહેલી યાદીમાં શામેલ નહોતા. લિસ્ટ જાહેર કરાયા પહેલા અસમમાં સરકારે સુરક્ષા કડક કરી દીધી છે. વળી, સરકારે લોકોને આશ્વાસન આપ્યુ છે કે એનઆરસીમાં નામ ન હોવા પર ચિંતા કરવાની જરૂર નથી. દરેકને પોતાની નાગરિકતા સિદ્ધ કરવાનો મોકો આપવામાં આવશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન ગરીબ દેશ અને ઈમરાન ખાનથી મોટો કોઈ મૂર્ખ નહિઃ તારીક ફતેહનું મોટુ નિવેદનઆ પણ વાંચોઃ પાકિસ્તાન ગરીબ દેશ અને ઈમરાન ખાનથી મોટો કોઈ મૂર્ખ નહિઃ તારીક ફતેહનું મોટુ નિવેદન

English summary
Only a few timee left for the publication of the final National Register of Citizens (NRC) in Assam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X