રાહુલજી, સરદાર પટેલના નામ પર કેટલી યોજના ચલાવી?

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરીઃ ગુજરાતના બારડોલીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા દરમિયાન આરએસએસની વિચારધારાને ઝેરીલી ગણાવી. સાથે જ કહ્યું કે, સરદાર પટેલ મારા દિલમાં વસે છે. રાહુલના આ નિવેદન પર આરએસએસ કાર્યકર્તાએ તીખી પ્રતિક્રિયા સાથે પ્રશ્ન કર્યો છે, હાં, આરએસએસની વિચારધારા ઝેરીલી છે, પરંતુ માત્ર કોંગ્રેસ માટે અને જો સરદાર પટેલ ખરેખર કોંગ્રેસીઓના દિલમાં વસે છે, તો રાહુલજી તમે તેમના નામે કેટલી યોજનાઓ ચલાવી છે, બસ એટલું જણાવી દો.

rahul-gandhi-gujarat
આરએસએસ સાથે લાંબા સમયથી જોડાયેલા ધ ન્યૂ ડેલી પોસ્ટના ચીફ એડિટર કુનાલ કિશોરે રાહુલ ગાંધીને ભાષણ પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષે જે કહ્યું, તે સાચું કહ્યું. આરએસએસ ઝેરીલું છે, પરંતુ કોના માટે છે, તેમણે એ જણાવ્યું નથી. તે ખરા અર્થમાં ઝેરી છે, કોંગ્રેસ માટે. જો સંઘ ખરેખર ઝેરીલું હોત તો તમારા જ જવાહર લાલ નહેરુએ આરએસએસને ગાંધીજી હત્યાના 10 વર્ષ બાદ ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ શા માટે કર્યું? શું ત્યારે આરએસએસનું ઝેરીલુપણું ખતમ થઇ ગયું હતું.

આરએસએસના એક સામાન્ય કાર્યકર્તાનું કહેવું છે કે, તમે ગાંધીવાદી વિચારધારની વાત કરે છે, જો તમે એ વિચારો છો કે દેશનો પ્રત્યેક વ્યક્તિ છે ગાંધીજીને માને છે, તે તમારી નીતિઓથી સંતૃષ્ઠ છે, તો તમે ખોટા છો. જેનું સૌથી મોટું ઉદાહરણ જયપ્રકાશ નારાયણ છે. જેપીએ આંદોલન કર્યું, ઇન્દિરા ગાંધી વિરુદ્ધ, જો કે તે જાતે જ ગાંધીના વિચારોને ઘણા માનતા હતા.

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં આરએસએસ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા. હવે જોવાનું એ રહ્યું કે રાહુલના આ પ્રહારો લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકી શકે છે કે નહીં.

English summary
During his speech in Bardoli district of Gujarat, Congress vice president Rahul Gandhi said that Sardar Patel is in his heart. RSS worker asking how many projects Rahul launched on the name of Sardar Patel?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.