For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની સૈનિકો સાથે ઝડપને લઈને વિપક્ષ હમલાવર, જાણો શું કહ્યું?

ગલવાન બાદ હવે ફરીથી ચીન અને ભારતના સૈનિકો સામસામે આવ્યા હતા. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ઘુષણખોરી કરતા અટકાવતા અથડામણ થઈ હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

ગલવાન બાદ વધુ એક વખત ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. આ વખતે અરૂણાચલ પ્રદેશમાં બન્ને સેના વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં 30થી વધુ ભારતીય સૈનિકો ઘાયલ થયા છે. આ સિવાય ચીની સૈનિકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યુ છે.

Chinese Troops

અરૂણાચલ પ્રદેશમાં અથડામણને લઈને કોંગ્રસે ટ્વિટ કરીને સરકાર પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના ટ્વિટમાં લખ્યુ છે કે, અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર છે. સમય આવી ગયો છે કે સરકાર પોતાનું ડગમગતું વલણ છોડીને ચીનને કડક સૂરમાં સમજાવે કે તેનું કૃત્ય સહન કરાશે નહી.

આ બાબતે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ભારતીય સેનાની બહાદુરી પર અમને ગર્વ છે. સરહદ પર ચીનની કાર્યવાહી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. છેલ્લા બે વર્ષથી અમે વારંવાર સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ મોદી સરકાર માત્ર પોતાની રાજકીય છબી બચાવવા મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આનાથી ચીનની હિંમત વધી રહી છે.

આ સિવાય AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા કહ્યું કે, અરુણાચલ પ્રદેશથી આવી રહેલા સમાચાર ખૂબ જ ચિંતાજનક છે. ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે મોટી અથડામણ થઈ અને સરકારે દેશને અંધારામાં રાખ્યો. સંસદનું સત્ર ચાલુ હતું ત્યારે કેમ જાણ કરવામાં આવી?

કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાએ રહ્યું કે, 2 વર્ષ કરતા સમયથી ચીન ગેરકાયદે ભારતની જમીન અધિગ્રહણ કરી રહ્યું છે, PM ક્યાં છે? અમે માંગ કરીએ છીએ કે પીએમ લોકસભા અને રાજ્યસભામાં આવે અને ચીની પીએલએ દ્વારા વિવિધ બિંદુઓ પર ભારતના ક્ષેત્ર પર ગેરકાયદેસર કબજાની ચોક્કસ સ્થિતિ વિશે દેશને જવાબ આપે.

મળી રહેલા અનુસાર, ચીની આર્મી તવાંગમાં LAC સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. અહીં તૈનાત ભારતીય સૈનિકોએ જોરદાર વિરોધ કરતા અથડામણ થઈ હતી. આ ઘટનામાં બન્ને તરફના જવાનો ઘાયલ થયા છે. આ ઘટના અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યંગસ્ટેમાં ઘટી છે.

English summary
Opposition Attacks Indian Army's Clash With Chinese Troops
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X