ખેડૂતોના સમર્થનમાં વિપક્ષી નેતાઓ જંતર-મંતર પહોંચ્યા, રાહુલ સહિત 14 પાર્ટીના સાંસદો હાજર
કોરોના વચ્ચે 19 જુલાઈથી શરૂ થયેલુ સંસદનું ચોમાસું સત્ર હંગામાની ભેટ ચડી રહ્યું છે. કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાને લઈને રાજ્યસભા અને લોકસભામાં હંગામો મચાવી રહી છે.
કોરોના વચ્ચે 19 જુલાઈથી શરૂ થયેલુ સંસદનું ચોમાસું સત્ર હંગામાની ભેટ ચડી રહ્યું છે. કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાને લઈને રાજ્યસભા અને લોકસભામાં હંગામો મચાવી રહી છે. આ દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના જણાવ્યા અનુસાર તમામ વિપક્ષી પક્ષો કૃષિ કાયદા રદ કરવાની ખેડૂતોની માંગને સમર્થન આપવા માટે જંતર-મંતર પહોચ્યા છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ જંતર-મંતર પર કૂચ કરતા પહેલા સંસદ સત્ર માટે તેમની ભાવિ યોજનાઓ બનાવવા માટે એક બેઠક યોજી હતી. નોંધનીય છે કે ખેડૂતોના આંદોલનને આઠ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે કોઈ બાબતે સર્વસંમતિ થઈ નથી. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાં ખેડૂતોએ કેન્દ્રને ઘેરી લેવા માટે જંતર-મંતર પર ધામા નાખ્યા છે. ખેડૂતો ત્યાં તેમની સંસદ ચલાવીને ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના વિરોધમાં જોડાયા હતા.
12.30 વાગ્યે સંસદમાંથી વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિમંડળ બસ દ્વારા જંતર-મંતર માટે સંસદથી રવાના થયુ હતું. આ દિવસોમાં ખેડૂતો જંતર-મંતર પર કિસાન સંસદ ચલાવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાસે આ કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે.
જંતર -મંતર પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, સમગ્ર વિપક્ષ ખેડૂતોના સમર્થનમાં સંસદમાંથી જંતર-મંતર પર આવ્યો છે. અહીં વિપક્ષ ભારતના તમામ ખેડૂતોને પોતાનો સંપૂર્ણ ટેકો આપવા આવ્યો છે. રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકારે આ ત્રણ કાળા કૃષિ કાયદા રદ કરવા પડશે. આ અંગેની ચર્ચાથી કામ નહીં ચાલે. બીજી તરફ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, માયાવતીની બસપા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની AAP આ વિરોધમાં ભાગ લઈ રહી નથી.
રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સંજય રાઉત, મનોજ ઝા, ડીએમકે કેટી શિવા સહિત અન્ય નેતાઓ જંતર-મંતર પર આ વિરોધ પ્રદર્શનમાં સામેલ છે. વિપક્ષી સાંસદો જંતર-મંતર પર ખેડૂતોના સમર્થનમાં વિરોધ કરી રહ્યા છે. વિપક્ષી સાંસદો ખેડૂતો બચાવો, ભારત બચાવોના નારા લગાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
