For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર-2નો હિસ્સો કેમ ન બન્યુ જેડીયુ, નીતિશે જણાવ્યુ આ મોટુ કારણ

બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે સરકારમાં શામેલ ન થવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. નીતિશ કુમારે નિવેદન આપીને કહ્યુ કે જેડીયુ એનડીએ સાથે છે પરંતુ સરકારમાં તે શામેલ નહિ થાય.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીના શપથ ગ્રહણની બરાબર પહેલા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે સરકારમાં શામેલ ન થવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. જેડીયુના એક સાંસદને મંત્રીપદના શપથ લેવાના હતા પરંતુ નીતિશને એલાન બાદ જેડીયુ નેતાએ શપથ ગ્રહણ કર્યુ નહિ. એવા સમાચાર હતા કે જેડીયુ ત્રણ મંત્રીપદની માંગ કરી રહ્યા હતા પરંતુ એક જ મંત્રીપદ આપવાના કારણે પાર્ટી નારાજ હતી. વળી સમગ્ર મામલે નીતિશ કુમારે નિવેદન આપીને કહ્યુ કે જેડીયુ એનડીએ સાથે છે પરંતુ સરકારમાં તે શામેલ નહિ થાય.

આ પણ વાંચોઃ મોદી કેબિનેટઃ અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી, રાજનાથને મળ્યુ સંરક્ષણ મંત્રાલયઆ પણ વાંચોઃ મોદી કેબિનેટઃ અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી, રાજનાથને મળ્યુ સંરક્ષણ મંત્રાલય

સાંકેતિક ભાગીદાર નથી બનવા ઈચ્છતાઃ નીતિશ કુમાર

સાંકેતિક ભાગીદાર નથી બનવા ઈચ્છતાઃ નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યુ કે, ‘જ્યારે અમને એ જણાવવામાં આવ્યુ કે એક મંત્રીપદ આપવામાં આવી રહ્યુ છે તો મે કહ્યુ કે અમને આની જરૂર નથી પરંતુ હું પાર્ટી સાથે આની વાત કરીશુ. મે બધાને પૂછ્યુ જેના પર તેમણે કહ્યુ કે આ યોગ્ય નથી કે આપણે માત્ર સરકારમાં સાંકેતિક ભાગીદાર હોય. અમે લોકો સાથે છે અમે નારાજ નથી.'

અમે 3 મંત્રીપદ નથી માંગ્યાઃ નીતિશ

ત્રણ સીટોની માંગ વિશે મીડિયામાં ચાલી રહેલા સમાચારો પર નીતિશ બોલ્યા, ‘હું છાપાઓમાં રિપોર્ટ જોઈ રહ્યો છુ કે અમે 3 મંત્રીપદની માંગ કરી હતી, આ ખોટુ છે. અમે એવી કોઈ માંગ કરી નથી.' નીતિશ કુમારે કહ્યુ કે પાર્ટીનું માનવુ છે કે સરકારમાં સંખ્યાના આધારે ભાગીદારી નક્કી થવી જોઈએ. નીતિશે કહ્યુ કે તે એનડીએ સાથે અને નારાજ નથી. તેમણે કહ્યુ કે સરકાર પાસેથી મળેલા પ્રસ્તાવે પોતાની પાર્ટી સામે તેમણે રાખ્યો અને બધાની સંમતિ બાદ જ સરકારમાં શામેલ ન થવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ભાજપનો પ્રસ્તાવ મંજૂર નથીઃ નીતિશ

નીતિશ કુમારે કહ્યુ કે લોકસભામાં અમારી સંખ્યા 16 અને રાજ્યસભામાં અમે 6 સભ્ય છે. સરકારમાં ભાગીદારી સંખ્યા મુજબ હોવી જોઈએ અને એ પાર્ટીના નેતાઓની માંગ હતી. આ પહેલા કાલે શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થવા પહોંચેલા નીતિશ કુમારે કહ્યુ, ‘તે મંત્રીમંડળમાં જેડીયુના માત્ર એક વ્યક્તિનું નામ શામેલ કરવા ઈચ્છી રહ્યા હતા. એટલે આ એક પ્રતીકાત્મક ભાગીદારી હતી. અમે તેમને સૂચિત કર્યુ કે આ ઠીક છે, અમને આની જરૂર નથી. આ કોઈ મોટો મુદ્દો નથી, અમે સંપૂર્ણપણે એનડીએમાં છે અને હેરાન નથી, અમે એકસાથે કામ કરી રહ્યા છે, કોઈ ભ્રમ નથી.'

English summary
opting out modi government, nitish kumar says- We had not asked for any berth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X