For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 24 કલાકમાં આ 32 જિલ્લાઓમાં આવી શકે છે વરસાદની આફત, એમપીમાં ઓરેન્જ એલર્ટ

મુંબઈ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, અંદમાન અને નિકોબાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, અંદમાન અને નિકોબાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી અમુક કલાકોમાં ગોવા, ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તારમાં એક-બે સ્થળો, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં અલગ અલગ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વળી, એમપીમાં આજે હોશંગાબાદ, ખંડવા, બેતુલ, ગુના, ધાર, રાજગઢ, મંદસૌર, રાયસેન, સિહોર, નરસિંહપુર, હરદા, ઉમરિયા, સીધી, રીવા, સિંગરૌલી, શહડૌલ તેમજ નીમચમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, ઉત્તરાખંડના અમુક વિસ્તારમાં આજે વિજળી સાથે ભારે વરસાદ થઈ શકે છે.

મધ્ય પ્રદેશના હાલ બેહાલ

મધ્ય પ્રદેશના હાલ બેહાલ

બે દિવસથી સતત થઈ રહેલા વરસાદે મધ્ય પ્રદેશની હાલત બગાડી દીધી છે. લોકોનું દૈનિક જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યુ છે. ભોપાલ અને વિદિશામાં વરસાદના કારણે ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયુ છે. વળી, મંડલા જિલ્લામાં રેકોર્ડ 134 મિલી મીટર વરસાદ થયો છે. સિહોરાં પાર્વતી નદી છલકાવાની તૈયારીમાં છે. વરસાદના કારણે જબલપુરમાં નર્મદા નદી પર બનેલો બંધ પાણીથી ભરાઈ ગયો છે. આ કારણે બંધના 21 ગેટ ખોલી દેવામાં આવ્યા છે.

એમપીમાં ઓરેન્જ એલર્ટ

એમપીમાં ઓરેન્જ એલર્ટ

રતીય હવામાન વિભાગે આખા મધ્ય પ્રદેશમાં આગામી 3-4 દિવસ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભોપાલ સહિત ઘણા જિલ્લાઓમાં આજે શાળા કોલેજો બંધ છે. વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના વિદિશા, રાયસેન, સિહોર, ભોપાલ, હોશંગાબાદ, રાજગઢ, હરદા, બેતુલ, બુરહાનપુર, ખંડવા, ખરગોન, બડવાની, દેવાસ, શાજાપુર, અશોકનગર, શ્યોરપુર, રીવા, સતના, અનૂપપુર, ડિંડોરી, જબલપુર, નરસિંહપુર, છિંદવાડા, મંડલા, સિવની, બાલાઘાટ, પન્ના, દમોહ, સાગર, છતરપુર, ટીકમગઢ અને ગુના જિલ્લાઓમાં ભારે અને ક્યાંક ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચોઃ પાક અભિનેત્રી વીણા મલિકે ચંદ્રયાન 2 વિશે કરેલા અભદ્ર ટ્વિટ પર ભારતીયોએ ઝાટકીઆ પણ વાંચોઃ પાક અભિનેત્રી વીણા મલિકે ચંદ્રયાન 2 વિશે કરેલા અભદ્ર ટ્વિટ પર ભારતીયોએ ઝાટકી

મુંબઈમાં પણ વરસી શકે છે વાદળ

મુંબઈમાં પણ વરસી શકે છે વાદળ

આ પહેલા દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ હતુ. છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા ભારે વરસાદના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. રસ્તા, દુકાનો અહીં સુધી કે ઘરોમાં પણ વરસાદનુ પાણી ઘૂસી ગયુ છે. જેના કારણે વિસ્તારની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. હવે એક વાર ફરીથી હવામાન વિભાગે મુંબઈના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી અમુક કલાકો દરમિયાન પાલગઢ, ઠાણે અને રાયગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને આના કારણે તેણે એલર્ટ જારી કર્યુ છે.

English summary
Orange Alert in Madhya Pradesh, schools in Bhopal and Sehore districts of MP will remain closed on Monday in view of the heavy rains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X