For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેડીયૂ સાથે અમારુ જોડાણ ભાવનાત્મક હતું રાજનૈતિક નહીં : રાજનાથ સિંહ

|
Google Oneindia Gujarati News

rajnath singh
નવી દિલ્હી, 17 જૂન : જેડીયૂ અને એનડીએના છૂટા પડવાની જાહેરાત થયા બાદ બીજેપીએ પણ બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અને નેતાઓ પર જોરદાર કટાક્ષ કર્યો. બીજેપીએ ઇશારાઓમાં જ ભવિષ્યમાં જેડીયૂના નબળા પડવાની ચેતવણી આપી દીધી.

બીજેપી પ્રદેશ યુવા મોર્ચાના એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે ગઠબંધન વિશ્વાસના આધાર પર ચાલે છે, વીટોથી નહીં. અમે જેડીયૂ સાથે વિશ્વાસના આધારે ગઠબંધન કર્યું હતું, કોઇ દબાવમાં આવીને નહીં. 17 વર્ષ જૂનો આ સંબંધ માત્ર રાજનૈતિક ન્હોતો, પરંતુ તેમાં ભાવનાત્મક જોડાણ પણ હતું. આ ગઠબંધનનું તૂટવું દૂર્ભાગ્યપૂર્ણ છે. અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. હવે જ્યારે કોંગ્રેસને સત્તામાંથી હટાવવાની તક આવી તો અમે એક બીજાથી સંબંધ તોડી ચૂક્યા છે.

રાજનાથ સિંહ અનુસાર, બીજેપીનું ચરિત્ર છે કે તે દગો ખાઇ શકે છે, પરંતુ દગો આપી નથી શકતા. જ્યારે બિહારમાં જેડીયૂના ઘણા ઓછા વિધાયકો હતા અને અમારા વધારે, ત્યારે પણ અમે જેડીયૂને પોતાના નાના ભાઇ તરીકે માની નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાની ભલામણ કરી હતી.

રાજનાથ સિંહે જણાવ્યું કે 'દરેક પાર્ટી ઇલેક્શન કેમ્પેઇન કમિટિના અધ્યક્ષની પસંદગી કરે છે અમે પણ એ જ કર્યું, પરંતુ તેઓ નારાજ થઇ ગયા અને ગઠબંધન તોડી નાખ્યું. શું અમે નરેન્દ્ર મોદીને ઇલેક્શન કમિટીના અધ્યક્ષ બનાવીને કોઇ સાંપ્રદાયિકને ચૂંટી લીધો? કોંગ્રેસના રાજમાં એટલા રમખાણો થયા છે, પરંતુ તેમને કોઇ સાંપ્રદાયિક નથી કહેતું.'

English summary
BJP president Rajnath Singh speaks after break-up with the JD(U), Our alliance was not only political but emotional as well. I am saddened by it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X