For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમારી સરકાર બિલકુલ સુરક્ષિત છે: સીએમ કુમારસ્વામી

કર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. રાજ્યની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં 13 વિધાયકો રાજીનામુ આપી ચુક્યા છે, જે હાલમાં મુંબઈની એક હોટલમાં રોકાયેલા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. રાજ્યની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં 13 વિધાયકો રાજીનામુ આપી ચુક્યા છે, જે હાલમાં મુંબઈની એક હોટલમાં રોકાયેલા છે. આ વિધાયકોના રાજીનામાને કારણે કુમારસ્વામી સરકાર પડી ભાંગવાનો ખતરો વધી ગયો છે. સૌથી ખાસ વાત છે કે રાજીનામુ આપતા વિધાયકોએ કહ્યું છે કે જો સિદ્ધારમૈયા સીએમ બને તો તેઓ રાજીનામુ પાછું લઇ લેશે. હાલમાં ખબર છે કે કર્ણાટકના સીએમ કુમારસ્વામી રાજકીય સંકટ વચ્ચે પોતાનો અમેરિકાનો પ્રવાસ વચ્ચે જ છોડીને આજે ભારત આવી રહ્યા છે. તેમને દાવો કર્યો છે એ રાજ્યમાં કોઈ રાજકીય સંકટ નથી.

આ પણ વાંચો: કર્ણાટકઃ કોંગ્રેસ-જેડીએસના 11 ઘારાસભ્યોએ રાજીનામાં મોકલ્યું, સરકાર સંકટમાં

કર્ણાટકમાં રાજકીય સંકટ

કર્ણાટકમાં રાજકીય સંકટ

આપને જણાવી દઈએ કે ગઈ કાલે શનિવારે કોંગ્રેસ અને જેડીએસ વિધાયકો વિધાનસભા સ્પીકર પાસે રાજીનામુ આપવા માટે પહોંચ્યા હતા. સ્પીકર સાથે મુલાકાત નથી થવાને કારણે તેમને પોતાની રાજીનામુ સ્પીકરના સચિવને આપી દીધું, જ્યારે જેડીએસમાં ગઠબંધન સરકારથી એચ વિશ્વનાથ, નારાયણ ગૌડા અને કે ગોપાલૈયા અસંતુષ્ટ છે. આ ઉપરાંત કોંગ્રેસી ધારાસભ્યમા રામલિંગ રેડ્ડી, સૌમ્યા રેડ્ડી, એન મુનિરત્ના, એસટી સોમશેખર અને બૈરાઠી બસવરાજ છે.

જુલાઈમાં કોંગ્રેસની આપાત બેઠક

જુલાઈમાં કોંગ્રેસની આપાત બેઠક

ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે કર્ણાટક સરકાર પર વધેલ સંકટને જોતા તમામ ધારાસભ્યો અને નગર સેવકોની એક આપાત બેઠક બોલાવી છે અને કોંગ્રેસના આઠ નાખુશ ધારાસભ્યો અને જેડીએસના 3 અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા મોકલ્યા બાદ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વવાળી સરકારને પાડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જો કે બંને દળોએ વારંવાર કહ્યું છે કે ગઠબંધનને કોઈ ખતરો નથી અને સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

ક્યારેય દોસ્તી જોવા નથી મળી, હંમેશા વિરોધ જ દેખાયો છે

ક્યારેય દોસ્તી જોવા નથી મળી, હંમેશા વિરોધ જ દેખાયો છે

વર્ષ 2018 દરમિયાન વિધાનસભા ચૂંટણી પુરી થયા પછી કોઈ પણ પાર્ટીને બહુમત નહીં મળવાને કારણે કોંગ્રેસે ભાજપને રોકવા માટે જેડીએસને કોઈ પણ શરત વિના સમર્થન આપ્યું હતું અને જેડીએસના એચડી કુમારસ્વામી કર્ણાટકના સીએમ બન્યા. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર બની પરંતુ બંને વચ્ચે ક્યારેય દોસ્તી જોવા નથી મળી, હંમેશા વિરોધ જ દેખાયો છે.

કર્ણાટક સરકાર મુશ્કિલમાં છે

કર્ણાટક સરકાર મુશ્કિલમાં છે

કોંગ્રેસી વિધાયક સતત ગઠબંધન અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં રાજ્યની 28 સીટોમાંથી 26 સીટો જીતીને કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનને હલાવી દીધું. કોંગ્રેસ અને જેડીએસ હાર માટે એકબીજાને કમજોર ગણાવવા લાગ્યા, જેને કારણે હાલમાં કર્ણાટકની સરકાર પર સંકટ પેદા થયું છે.

English summary
Our government is absolutely safe: CM Kumaraswamy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X