For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકમાં વાઘા બોર્ડર પર આત્મઘાતી હુમલો, 55ના મોત, 200 ઘાયલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 નવેમ્બર: ભારત-પાકિસ્તાન વાધા બોર્ડર પર ધ્વજોને નીચે ઉતારવા માટે આયોજિત સમારોહ બાદ સોમવારે એક આત્મઘાતી વિસ્ફોટમાં 11 મહિલાઓ અને ત્રણ સુરક્ષાકર્મી સહિત ઓછામાં ઓછા 55 લોકોના મોત નિપજ્યાં તથા લગભગ 200 અન્ય લોકો ઘાયલ થયા છે.

પંજાબ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ મુશ્તાક સુખેરાએ જણાવ્યું હતું ''વાઘા બોર્ડર રેંજર પરેડ સમારોહ જોયા બાદ મોટી સંખ્યામાં લોકો બહાર નિકળી રહ્યાં હતા કે તે સમયે આત્મઘાતી હુમલાવરે એક બહાર નિકળવાના ગેટ નજીક પોતાને ઉડાવી દિધો.'' તેમણે સાથે જ જણાવ્યું કે મૃત્યું પામેલા લોકોમાં ત્રણ રેંજર સામેલ છે.

સુરક્ષા વ્યવસ્થા અંગે એક પ્રશ્નના જવાબમાં આઇજીએ જણાવ્યું હતું કે ''રેંજરોએ આકરી સુરક્ષા માટે વ્યવસ્થા કરી છે પરંતુ આત્મઘાતી હુમલાવરની તપાસ કરવી મુશ્કેલ હતી.'' અધિકારીઓએ જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલો હતો જેમાં મહિલાઓ, બાળકો અને સુરક્ષાકર્મીઓ સહિત લગભગ 55 લોકો મૃત્યું પામ્યા તથા 200 અન્ય ઘાયલ થઇ ગયા છે.

આઇજી મુશ્તાક સુખેરાએ જણાવ્યું હતું કે 2-25 વર્ષની ઉંમરના હુમલવરે પોતાના હાથમાં 20-25 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી હતી અને તેને તેમાંથી કેટલીક સામગ્રી પોતાના જેકેટમાં સંતાડી હતી.

પંજાબ રેંજર્સના ડીજી ખાના તાહિર ખાને જણાવ્યું હતું કે ''પરેડ લેન તરફ જનાર મુખ્ય ગેટમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહેતાં આત્મઘાતી હુમલાવરે 500-600 મીટરના અંતર પોતાને ઉડાવી દિધો હતો. ગેટ પર હાજર ત્રણ રેંજર્સ મૃત્યું પામ્યા છે જ્યારે પાંચ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.'' ગત વર્ષે સપ્ટેમ્બરમાં પેશાવરમાં એક ચર્ચ પર આત્મઘાતી હુમલા પાછળ જવાબદાર સમૂહ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સમૂહ જનદુલ્લાહે આજે હુમલાની જવાબદારી લીધી છે. પેશાવર હુમલામાં ઓછામાં ઓછા 78 ખ્રિસ્તીઓ મૃત્યું પામ્યા હતા.

તહરિક એ તાલિબાન પાકિસ્તાનની (ટીટીપી)ની લડાકૂ ટુકડીના પ્રવક્તા અમહમદ મારવાતે કહ્યું કે આ હુમલો સેનાના જર્બ એ અજ્બ અને વજેરિસ્તાન અભિયાન ના જવાબમાં કરવામાં આવ્યો છે. પરંતુ સપ્ટેમ્બરમાં ટીટીપીથી અલગ થયેલા જમાત ઉલ અહરાર ટુકડીએ જનદુલ્લાહએ દાવાને નકારી કાઢતાં કહ્યું કે તેમણે આ હુમલો કર્યો છે.

લાહોરથી 22 કિલોમીટર દૂર વાઘા બોર્ડર પર દરરોજ સાંજે ભારે ભીડ આ લોકોપ્રિય સમારોહ જોવા માટે એકઠી થાય છે. પૂર્વમાં મળેલા રિપોર્ટમાં જણાવવવામાં આવ્યું છે કે આ સંભવત: સિલિંડર વિસ્ફોટ હતો. મોહરમને ધ્યાનમાં રાખતાં પોલીસે આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

આઇજીએ કહ્યું હતું કે ''અમને રિપોર્ટ મળ્યો છે કે કેટલાક પ્રતિબંધિત સંગઠનો શિયાઓ, ધાર્મિક હસ્તીઓ, જન રેલીઓ અને મહત્વપૂર્ણ બિલ્ડિંગોને ટાર્ગેટ બનાવી શકે છે.'' પોલીસ અધિકારીએ આ સાથે જ જણાવ્યું હતું કે ''વાઘા બોર્ડર પર પાકિસ્તાની અર્ધસૈનિક દળની ચોકી નજીક એક રેસ્ટોરેન્ટની બહાર વિસ્ફોટ થય.'' વાઘા બોર્ડર પર ભારતીય શહેર અમૃતસર તથા પાક શહેર લાહોર વચ્ચે વાઘા એકમાત્ર રોડ સંપર્ક છે.

મુશ્તાકે જણાવ્યું હતું હતું કે 'અમારી ટીમોએ પુષ્ટી કરી છે આ એક આત્મઘાતી વિસ્ફોટ હતો.'' આઇજીએ જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલાવર સીમા પર પરેડ ગ્રાઉંડ ગેટ પર ઉભો રહ્યો અને જ્યારે લોકો ગેટ પાસે એકઠા થયા તો તેમાં બોમ્બ વિસ્ફોટ કરી દિધો.'' એક અન્ય પોલીસ અધિકારી જણાવ્યું કે ઘટનાસ્થળ પર બાલ બેરિંગ મળી આવ્યા છે.

વડાપ્રધાન નવાજ શરીફે આ વિસ્ફોટ પર 'શોક અને દુખ'' વ્યક્ત કરતાં તેની નિંદા કરી છે અને વહિવટી તંત્રને ઇજાગ્રસ્તોને સારામાં સારી સારવાર પુરી પાડવાનો આદેશ કર્યો છે.

રક્ષા મંત્રી ખ્વાજા મોહંમદ આસિફે દેશમાં આતંકવાદ સામે લડવાની સરકારની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી. તેમણે એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદી, આતંકવાદ સાથે લડવાની રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને નબળી ન કરી શકે. રેડિયો પાકિસ્તાને આ જાણકારી આપી છે.

wagah-border

સરકારે વિસ્ફોટમાં મૃત્યું પામેલા લોકોના પરિજનોને પાંચ પાંચ લાખ રૂપિયા તથા ઇજાગ્રસ્તોને 75 હજાર રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. એક પ્રત્યક્ષદર્શી ઇમદાદ હુસૈને સંવાદદાતાઓને જણાવ્યું કે તે પરેડ સમારોહ જોયા બાદ પરત ફરી રહ્યાં હતા કે વાઘા બોર્ડર બજાર નજીક બ્લાસ્ટનો અવાજ સંભળાયો.

તેમણે જણાવ્યું કે ''હું બેભાન થઇ ગયો. જ્યારે મને ભાન આવ્યું તો ત્યાં એકદમ અંધારું હતું. ઘણા ઇજાગ્રસ્ત અને રસ્તાના કિનારે મદદ માટે બૂમો પાડી રહ્યાં હતા. 15 મિનિટ બાદ કેટલાક બચાવકર્મી મારી તરફ આગળ વધ્ય અને મને ઘુરકી હોસ્પિટલમાં જઇ ગયા જે સીમાઓમાં એક સ્વાસ્થ્ય કેન્દ્ર છે.'' ઇમદાદે કહ્યું કે સમીના બીબી પોતાના પતિ અને બે નાના બાળકો સાથે પરત ફરી રહી હતી તે સમયે વિસ્ફોટ થયો. ઘુરકી હોસ્પિટલની પથારી પર તે રડી રહી હતી અને ડૉક્ટરોને પોતાના પતિ તથા બાળકો વિશે પૂછી રહી હતી. ઇમદાદે જણાવ્યું હતું કે ડૉક્ટરે તેને એમ કહીને સાંત્વન આપી રહ્યાં હતા કે તે ઠીક છે.

બે એવા પરિવાર પણ હતા કે જેમના પરિવાર ક્રમશ: આઠ અને પાંચ સભ્ય આ હુમલામાં મૃત્યું પામ્યા હતા. લાહોરની બધી હોસ્પિટલમાં ઇમરજન્સી સ્થિતિ જાહેર કરી દેવામાં આવી છે.

હુરકી હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટર ખુર્રમ શાહજાદે પ્રેટ્ર્ને જણાવ્યું ''મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે લગભગ સાત દરદીઓની હાલાત ગંભીર છે. ચાર વર્ષીય એક બાળકી સહિત આ ઇજાગ્રસ્તોનો જીવ બચાવવા માટે અમે અમારી તરફથી પુરતો પ્રયત્ન કરી રહ્યાં છીએ.'' પંજાબ ઇમરજન્સી સેવા 1,122ના પ્રવક્તા જામ સજ્જાદે પીટીઆઇને જણાવ્યું હતું કે અત્યાર સુધી 50 લોકો મૃત્યું પામ્યા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

તેમણે જણાવ્યું કે 'અમે લગભગ 200 ઇજાગ્રસ્તોને લાહોરની વિભિન્ન હોસ્પિટલોમાં ભરતી કરાવવામાં આવ્યા છે.'' તેમણે ઘુરકી હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરના હવાલેથી કહ્યું હતું કે એક ડઝનથી વધુ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે.'' બીજી તરફ પોતાના દિવંગત પ્રમુખ હકીમમુલ્લાહ મહસૂદ પ્રત્યે વફાદારી રાખનાર ટીટીપીની એક ટુકડીના પ્રવક્તા અબ્દુલા બહારે કહ્યું કે તેમણે ગત વર્ષે અમેરિકન ડ્રોન હુમલામાં મહસૂદની મોતનો બદલો લેવા માટે હુમલો કર્યો છે.

English summary
Over 55 people, including women and children, were killed in a suicide bomb attack at the Wagah checkpoint near Lahore along the India-Pakistan border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X