અડવાણીની શીખામણ, અતિ આત્મવિશ્વાસથી બચે ભાજપ
નવી દિલ્હી, 19 જાન્યુઆરી: ભાજપની રાષ્ટ્રીય બેઠકમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે દમદાર ભાષણ કરીને પોતાના કાર્યકરોમાં 2014ની સામાન્ય ચૂંટણીની જંગ માટે જોરદાર ઊર્જા ભરી દીધી, મોદીએ સાથે સાથે પોતાના ભાષણમાં 2014માં ભાજપ જ સરકાર બનાવશે અને તેઓ શું કામ કરશે અને કેવું કાર્ય કરશે તેની આખી સૂચિ પણ જણાવી દીધી. પરંતુ વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કાર્યકરો ધીમે રહીને એવી શીખામણ આપી દીધી કે તેઓ અતિઆત્મવિશ્વાસથી બચે.
અડવાણીએ પોતાની પાર્ટીને શીખામણ આપી દીધી કે વધારે પડતો આત્મવિશ્વાસ પાર્ટી માટે ખતરનાખ પણ સાબિત થઇ શકે છે. તેમણે પાર્ટીને 2004ની ચૂંટણીની પણ યાદ અપાવી. 2004ની ચૂંટણી ભાજપે અડવાણીના નેતૃત્વમાં લડી હતી અને તેમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.

અડવાણી ભાજપના વરિષ્ઠ નેતા છે અને પાર્ટી તેમના માર્ગદર્શનમાં ચૂંટણી લડવાની વાત કરી રહી છે. મોદીના ભાષણ બાદ અડવાણી મંચ પર આવ્યા અને તેમણે પાર્ટીને આ પ્રકારની સલાહ આપી.












Click it and Unblock the Notifications
