For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના 34% પરિવારો પાસે બચ્યો છે માત્ર એક સપ્તાહનો જરૂરિયાતનો સામાનઃ સર્વે

સીએમઈઆઈએ કહ્યુ કે વધુ એક સપ્તાહમાં દેશના લગભગ 34 ટકા એટલે કે એક તૃતીયાંશ પરિવારો પાસે રોજિંદી જરૂરિયાતનો સામાન ખતમ થઈ ચૂક્યો હશે.

|
Google Oneindia Gujarati News

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિય ઈકોનૉમિ(સીએમઈઆઈ)એ પોતાના એક સર્વેના આધારે કહ્યુ કે દેશના એક મોટા હિસ્સા પર લૉકડાઉનની બહુ ગંભીર અસર પડી છે. સીએમઈઆઈએ કહ્યુ કે વધુ એક સપ્તાહમાં દેશના લગભગ 34 ટકા એટલે કે એક તૃતીયાંશ પરિવારો પાસે રોજિંદી જરૂરિયાતનો સામાન ખતમ થઈ ચૂક્યો હશે. વળી, આ સર્વેમાં એ પણ સામે આવ્યુ કે એપ્રિલમાં 2.7 કરોડ યુવાનોની નોકરી ગઈ છે. આ આંકડો માત્ર તેમનો છે જેમની ઉંમર 20થી 30 વર્ષ વચ્ચે છે.

84 ટકા પરિવારોની આવક ઘટી

84 ટકા પરિવારોની આવક ઘટી

સીએમઈઆઈએ મંગળવારે જારી કરેલા પોતાના સર્વેમાં કહ્યુ છે કે લૉકડાઉન જો એક સપ્તાહ આગળ વધ્યુ તો ભારતીય પરિવારોમાંથી એક તૃતીયાંશથી વધુ પાસે જીવન જીવવાનો જરૂરી સામાન ખતમ થઈ જશે. તેમની પાસે એક સપ્તાહ માટે જીવન જીવવા માટે જરૂરી સંશાધન બચ્યા છે. એક સપ્તાહ બાદ તેમની પાસે કંઈ પણ નહિ બચ્યુ હોય. સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે લૉકડાઉન બાદ ભારતના 84 ટકાથી વધુ ઘરોમાં માસિક આવકમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. દેશમાં કામકાજી વસ્તીનો 25 ટકા ભાગ અત્યારે બેરોજગારીની માર ઝેલી રહ્યા છે.

મોટા વર્ગને તરત જ મદદની જરૂર છે

મોટા વર્ગને તરત જ મદદની જરૂર છે

સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે દેશના ઓછી આવક ધરાવતા વર્ગના લોકોને જલ્દીમાં જલ્દી કેશ ટ્રાન્સફરની જરૂર છે. જો સરકારએ આમ ન કર્યુ તો કુપોષણ અને ગરીબીના કારણે થનારી બીજી મુશ્કેલીઓમાં ઝડપથી વધારો થશે. સર્વે મુજબ ભારતના શહેરી વિસ્તારોમાં 65 ટકા પરિવારો પાસે 1 સપ્તાહ માટે જીવન જીવવાના સંશાધન બચ્યા છે. જ્યારે ગ્રામીણ ઘરોમાં 54 ટકા લોકોએ કહ્યુ કે તેમની પાસે ઘણા બધા ઉપાય છે.

બેરોજગારી બહુ ઝડપથી વધી

બેરોજગારી બહુ ઝડપથી વધી

આ સ્ટડીમાં જોવા મળ્યુ કે દેશમાં બેરોજગારીના આંકડા ઝડપથી વધ્યા છે. 21 માર્ચે ભારતમાં બેરોજગારીનો દર 7.4 ટકા હતો જે 5 મેએ વધીને 25.5 ટકા થઈ ગયો છે. એપ્રિલ મહિનામમાં દેશમાં 20થી 30 વર્ષના આયુ વર્ગના 2 કરોડ 70 લાખ યુવાનોને નોકરી ગુમાવવી પડી છે.

પીએમ મોદીની અપીલ પર અમિત શાહનો નિર્ણય, હવે CAPF કેન્ટીનમાં વેચાશે માત્ર સ્વદેશી ઉત્પાદનપીએમ મોદીની અપીલ પર અમિત શાહનો નિર્ણય, હવે CAPF કેન્ટીનમાં વેચાશે માત્ર સ્વદેશી ઉત્પાદન

English summary
Over one third of Indian households may run out of resources in another week says CMIE Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X