For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તિહાર જેલમાં દૂર્ગંધથી ત્રસ્ત પી ચિદમ્બરમને જમવામાં આવી રહ્યુ છે આ પસંદ

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ છે. તે તિહાર જેલના સેલ નંબર 7માં બંધ છે જ્યાં તેમને જેલની રોટલી આપવામાં આવી રહી છે પરંતુ તે એ નથી ખાતા.

|
Google Oneindia Gujarati News

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ છે. તે તિહાર જેલના સેલ નંબર 7માં બંધ છે જ્યાં તેમને જેલની રોટલી આપવામાં આવી રહી છે પરંતુ તે એ નથી ખાતા. ચિદમ્બરમને અહીં રોટલી ઉપરાંત દાળ અને ભાત પણ આપવામાં આવે છે. તેમને રોટલીથી વધારે દાળ અને ભાત વધુ પસંદ આવી રહ્યા છે. તિહાર જેલમાં ચિદમ્બરમ કેદી નંબર 1449 છે અને તેમને વિચારાધીન કેદીની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જેલમાં ચિદમ્બરમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે ત્યાં ભેજ અને ગરમીથી ત્રસ્ત છે અને અહીં આવતી દૂર્ગંધ તેમને હેરાન કરી રહી છે.

ફરિયાદ નથી મળી

ફરિયાદ નથી મળી

તિહાર જેલના એડિશનલ આઈજી રાજકુમારે જણાવ્યુ કે અમે થોડા દિવસ પહેલા નંબર 7ની મુલાકાત લીધી હતી. એ વખતે અહીં કોઈ દૂર્ગંધ નહોતી આવતી પરંતુ જો કોઈ કેદી આવી ફરિયાદ કરે તો આના પર ધ્યાન આપવામાં આવશે. એટલુ જ નહિ તેમણે જણાવ્યુ કે પી ચિદમ્બરમ તરફથી હજુ સુધી દૂર્ગંધની કોઈ ફરિયાદ નથી મળી. વળી, જેલના સૂત્રોનુ કહેવુ છે કે માત્ર આ જેલમાંથી નહિ પરંતુ તિહાર જેલના ઘણા સેલમાંથી વિચિત્ર દૂર્ગંધ આવતી હોય છે. આનુ મોટુ કારણ અહીં સતત કેદીઓની વધતી ભીડને ગણવામાં આવી રહી છે.

ક્ષમતાથી વધુ કેદી

ક્ષમતાથી વધુ કેદી

તિહાર જેલના સેલ નંબર 7માં કુલ કેદીઓ રાખવાની ક્ષમતા 350 છે પરંતુ અહીં 650 કેદીઓ બંધ છે. આમાં માત્ર ગુનેગારો જ નહિ પરંતુ આરોપીઓને પણ રાખવામાં આવ્યા છે. જેલની અંદર પી ચિદમ્બરમની દિનચર્યા સંપૂર્ણપણે પૂર્વ નિર્ધારિત અને તેઓ સમય પ્રમાણે સૂવે છે અને ઉઠે છે. એટલુ જ નહિ જમવાનુ પણ સમય પર લઈ લે છે. માહિતી મુજબ પી ચિદમ્બરમ જેલમાં મળતી દરેક વસ્તુ ખઈ લે છે પરંતુ તેમને અહીંના દાળભાત વધુ પસંદ છે.

આ પણ વાંચોઃ દેશમાં એકપણ ગેરકાયદેસર ઘૂસણખોરને રહેવા નહિ દઈએઃ અમિત શાહઆ પણ વાંચોઃ દેશમાં એકપણ ગેરકાયદેસર ઘૂસણખોરને રહેવા નહિ દઈએઃ અમિત શાહ

કોઈ પ્રકારની માંગ નહિ

કોઈ પ્રકારની માંગ નહિ

જેલના સૂત્રોનું કહેવુ છે કે પી ચિદમ્બરમને ચા પીવાનુ ઘણુ પસંદ છે. તેમણે જેલ પ્રશાસનને હજુ સુધી કોઈ પણ પ્રકારની માંગ કરી નથઈ. તે પોતાનો સંપૂર્ણ સમય જેલમાં પસાર કરે છે. જે વખતે તે સેલમાંથી બહાર નીકળે ત્યારે એ સમયે એ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ અન્ય કેદી વૉર્ડમાંથી બહાર ન હોય જેનાથી તેમને કોઈ પણ પ્રકારનો ખતરો ઉભો ન થઈ શકે. તિહાર જેલ નંબર 7માં બીજા કેદી બંધ છે જેનાથી જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક પણ બંધ છે પરંતુ તેને ચિદમ્બરમથી દૂર સેલમાં રાખવામાં આવ્યા છે.

English summary
P Chidambaram not happy with the smell in Jail he is liking food of the cell.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X