For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પી ચિદમ્બરમઃ એર સ્ટ્રાઈકમાં 300થી 350 આતંકી માર્યા ગયાની વાત કોણે કરી?

ભારતીય વાયુસેના તરફથી કરાયેલ એર સ્ટ્રાઈક પર પી ચિદમ્બરમે એક ટ્વીટ કરીને પોતાની વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના તરફથી 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલ એર સ્ટ્રાઈક પર હવે રાજકારણ શરૂ થઈ ગયુ છે. પક્ષ, વિપક્ષ પર આરોપ લગાવી રહ્યુ છે કે વિપક્ષ મોદી સરકાર પાસેથી સર્જીકલ સ્ટ્રાઈક 2ના પુરાવા માંગી રહ્યુ છે. હવે આ આરોપ-પ્રત્યારોપની લડાઈમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ પણ કૂદી પડ્યા છે. ભારતીય વાયુસેના તરફથી કરાયેલ એર સ્ટ્રાઈક પર પી ચિદમ્બરમે એક ટ્વીટ કરીને પોતાની વાત કહી છે.

P Chidambaram

પી ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યુ કે ભારતીય વાયુસેનાના વાઈસ એર માર્શલે મૃતકો પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યુ કે કોઈ નાગરિક કે સૈનિક માર્યો ગયો નથી. તો મૃતકની સંખ્યા 300-350 કોણે જણાવી? એક ગૌરવશાળી નાગરિક તરીકે હું પોતાની સરકાર પર ભરોસો કરવા માટે તૈયાર છુ. પરંતુ જો આપણે ઈચ્છતા હોય કે દુનિયાને પણ ભરોસો થાય તો સરકાર વિપક્ષને કોસવાના બદલે આના માટે પ્રયત્ન કરવા જોઈએ. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે સત્તાધારી પક્ષ એરફોર્સ તરફથી કરાયેલ એર સ્ટ્રાઈકનો શ્રેય લેવાની કોશિશ કરી રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે રવિવારે બિહારની રાજધાની પટનામાં એનડીએની રેલી હતી. આ રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થયા હતા. રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ ભારતીય વાયુસેના તરફથી કરાયેલ એર સ્ટ્રાઈક વિશે વિપક્ષ પર નિશાન સાધ્યુ. પીએમે કહ્યુ કે મહાગઠબંધનના નેતાઓને માત્ર પોતાના સ્વાર્થની ચિંતા થઈ રહી છે. ચોકીદારને ગાળો આપવાની હોડ લાગી છે પરંતુ ચોકીદાર સંપૂર્ણપણે સતર્ક છે. વળી, એર સ્ટ્રાઈક પર પુરાવા માંગનારા પર વાર કરતા પીએમે કહ્યુ કે અમુક લોકો સેનાના પરાક્રમ પર શંકા કરી રહ્યા છે. પીએમના આ નિવેદન બાદ પી ચિદમ્બરમે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચોઃ શું અભિનંદન ફરીથી ઉડાવી શકશે ફાઈટર પ્લેન, ખતમ થયુ સસ્પેન્સ?આ પણ વાંચોઃ શું અભિનંદન ફરીથી ઉડાવી શકશે ફાઈટર પ્લેન, ખતમ થયુ સસ્પેન્સ?

English summary
P Chidambaram on Air strike, says ready to believe govt but who put out the number of casualties as 300-350
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X