For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ કેર્સ ફંડ પર પી ચિદમ્બરમે ઉઠાવ્યા સવાલ

પીએમ કેર્સ ફંડ પર પી ચિદમ્બરમે ઉઠાવ્યા સવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પીએમ કેર્સ ફંડની એક ઑડિટ રિપોર્ટ જાહેર કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેર્સ ફંડના શરૂઆતી પાંચ દિવસમાં 3076 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. ફંડમાં આ દાન દેશ અને વિદેશ બંને જગ્યાએથી આવ્યું છે. આ ડોનેશન 27થી 31 માર્ચ દરમિયાન આવ્યું. આ રિપોર્ટને લઈ કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે દાતાઓના નામ કેમ જાહેર નથી કર્યા. તેમણે પૂછ્યું કે સરકાર દાતાઓના નામ જણાવતાં સરકાર કેમ ડરી રહી છે.

ચિદમ્બરમે સવાલ પૂછ્યો

ચિદમ્બરમે સવાલ પૂછ્યો

પી ચિદમ્બરમે પીએમ કેર્સ ફંડ રિપોર્ટ પર કેટલાય ટ્વીટ કર્યાં છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે પીએમ કેર્સ ફંડના ઑડિટર્સે પુષ્ટિ કરી છે કે 26 માર્ચથી 31 માર્ચ 2020 દરમિયાન માત્ર 5 દિવસમાં જ ફંડને 3076 કરોડ રૂપિયા મળ્યા પરંતુ આ દયાળુ દાતાઓના નામ પ્રગટ નહિ કરાય. કેમ? દરેક અન્ય એનજીઓ અથવા ટ્રસ્ટ એક સીમાથી વધુ રાશિ દાન કરતા દાતાઓના નામ પ્રકટ કરવા માટે બાધ્ય છે. આ દાયિત્વમાં પીએમ કેર્સ ફંડને છૂટ કેમ છે. દાન મેળવનારો જાણે છે, દાન મેવનાર ટ્રસ્ટી જાણે છે, તો ટ્રસ્ટીઓ દાતાના નામ ઉજાગર કરવામાં કેમ ડરે છે?

રિપોર્ટ શું કહે છે

રિપોર્ટ શું કહે છે

પીએમ કેર્સ ફંડને લઈ જે ઑડિયો રિપોર્ટ આપવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે 2.25 લાખ રૂપિયા સાથે ફંડની શરૂઆત કરવામાં આવી. જે બાદ 27 માર્ચથી 31 માર્ચ દરમિયાન એટલે કે શરૂઆતના પાંચ દિવસમાં 3076.62 કરોડ રૂપિયાનું દાન આવ્યું. જેમાંથી 3075.85 કરોડ દેશના દાતાઓ તરફથી આવ્યું છેજ્યારે 39.67 લાખ રૂપિયાનું દાન વિદેશથી આવ્યું છે. ફંડમાં જમા રાશિ પર 35 લાખથી વધુનું વ્યાજ પણ મળે છે. સાર્ક એન્ડ એસોસિયેટ્સ નામની એક કંપનીએ આ ઑડિટ કર્યું છે.

પારદર્શિતા ના હોવા પર સતત સવાલો ઉઠ્યા

પારદર્શિતા ના હોવા પર સતત સવાલો ઉઠ્યા

કોરોના વાયરસ મહામારી ફેલાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડનું એલાન કર્યું હતું. 28 માર્ચે સ્થાપિત આ ફંડના ચેરમેન નરેન્દ્ર મોદી છે, જ્યારે ગૃહ, રક્ષા અને નાણા મંત્રી આના સભ્ય છે. ઈમરજન્સીની પરિસ્થિતઓથી નિપટવા માટે બનાવવામાં આવ્યું. આ ફંડ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક અને સૂચનાના અધિકાર અંતર્ગત નથી આવતું. સરકારે કહ્યું કે પીએમ કેર્સ એક સાર્વજનિક ફંડ નથી. જેને લઈ સતત સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષી દળ અને કેટલાય સંગઠન પીએમ કેર્સ ફંડની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે અને તેમાં ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવી રહ્યા છે.

PUBG સહિત વધુ 118 ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધPUBG સહિત વધુ 118 ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ

English summary
P Chidambaram raised question on PM Cares, asked why donor's names hidden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X