For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

106 દિવસ બાદ જેલમાંથી મુક્ત થયા પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ, કહ્યું- સત્યની જીત થઈ

106 દિવસ બાદ જેલમાંથી મુક્ત થયા પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ, કહ્યું- સત્યની જીત થઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા મામલા સાથે જોડાયેલ ઈડીના કેસમાં સુપ્રીમ કોર્ટથી જામીન મળ્યા બાદ કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ બુધવારે સાંજે તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે. જણાવી દઈએ કે તિહાર જેલમાં 106 દિવસ વિતાવ્યા બાદ ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા મામલે ઈડી દ્વારા નોંધાયેલ કેસમાં આજે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા હતા. તિહાર જેલથી બહાર નીકળતા જ ચિદમ્બરમે કહ્યું કે સત્યની જીત થઈ.

કોંગ્રેસે ભવ્ય સ્વાગત કરવા કહ્યું

કોંગ્રેસે ભવ્ય સ્વાગત કરવા કહ્યું

જેલની બહાર સમર્થકોની તગડી ભીડ એકઠી થઈ હતી, ત્યારે ચિદમ્બરમે કહ્યું કે, 106 દિવસ સુધી કેદમાં રાખવામાં આવ્યો, જ્યારે મારી વિરુદ્ઘ એકપણ આરોપમાં ચાર્જશીટ ફાઈલ નહોતી કરાઈ. હું આ બધાનો જવાબ કાલે આપીશ. કોંગ્રેસે પોતાની રાજ્ય એકમને પી ચિદમ્બરમનું ભવ્ય સ્વાગત કરવા માટે કહ્યું છે. પી ચિદમ્બરમને જામીન મળવા પર કોંગ્રેસ કાર્યકર્તા તિહાર જેલની બહાર એકઠા થયા છે. કેટલાય કોંગ્રેસી નેતા પણ ત્યાં પહોંચી ગયા છે. ભારે ભીડને જોતા જેલની બહાર આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ચિદમ્બરમ સવારે 11 વાગ્યે સંસદમાં હશે

પી ચિદમ્બરમ કાલે એટલે કે ગુરુવારે સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું કે રાજ્યસભા સાંસદ ચિદમ્બરમ ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદમાં હશે. જામીન મળવા પર ચિદમ્બરમની પત્ની નલિનીની પણ પ્રતિક્રિયા આવી છે. મની લૉન્ડ્રિંગ કેસમાં શીર્ષ અદાલતથી જામીન મળવાનું તેમણે સ્વાગત કર્યું છે અને કહ્યું કે તેઓ સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેશે. જ્યારે ચિદમ્બરમના જામીન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે બદલાની કાર્યવાહીને કારણે ચિદમ્બરમને 106 દિવસ જેલમાં રાખવામાં આવ્યા. તેમણે કહ્યું કે મને ખુશી છે કે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. મને વિશ્વાસ છે કે તેઓ નિષ્પક્ષ સુનાવણીમાં પોતે નિર્દોષ હોવાનું સાબિત કરી શકશે.

સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોને આધિન જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોને આધિન જામીન આપ્યા

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે તેમને કેટલીક શર્તોને આધિન જામીન આપ્યા છે જેમ કે છૂટ્યા બાદ તેઓ સાક્ષીનો સંપર્ક કરવાની કોશિશ નહિ કરે અને કોર્ટની મંજૂરી વિના તેઓ દેશ છોડીને નહિ જાય. આ ઉપરાંત આ કેસ વિશે પ્રેસ બ્રીફિંગ નહિ કરે. કોર્ટે ચિદમ્બરમને 2 લાખના ખાનગી બોન્ડ અને અનુમતિ વિના દેશ ના છોડવાની શરત પર જામીન આપ્યા છે.

ચિદમ્બરમને જામીન તો મળ્યા પણ આ શરતોનું પાલન ના કર્યું તો ફરી જેલ જવું પડશેચિદમ્બરમને જામીન તો મળ્યા પણ આ શરતોનું પાલન ના કર્યું તો ફરી જેલ જવું પડશે

English summary
p chidambaram releases from tihar jail, said truth won
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X