For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરની સ્થિતિ માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર : આઝાદ

તાજેતરમાં જ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રીલિઝ થઈ હતી, જે બાદ દેશભરમાં કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની ચર્ચા થઈ રહી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ ઘાટીની સ્થિતિ પર નિવેદન આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 માર્ચ : તાજેતરમાં જ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રીલિઝ થઈ હતી, જે બાદ દેશભરમાં કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની ચર્ચા થઈ રહી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ ઘાટીની સ્થિતિ પર નિવેદન આપ્યું છે. જમ્મુમાં એક સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો ધર્મ, જાતિ અને અન્ય બાબતોના આધારે ચોવીસ કલાક ભાગલા પાડી શકે છે. હું કોઈ પક્ષને માફ કરતો નથી.

Kashmir

આઝાદના મતે સિવિલ સોસાયટીએ સાથે રહેવું જોઈએ. જાતિ, ધર્મને ધ્યાનમાં લીધા વગર બધાને ન્યાય મળવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, હું માનું છું કે મહાત્મા ગાંધી સૌથી મોટા હિંદુ અને ધર્મનિરપેક્ષ હતા. જમ્મુ-કાશ્મીરમાં જે બન્યું તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે, તેનાથી તમામ હિંદુઓ, કાશ્મીરી પંડિતો, કાશ્મીરી મુસ્લિમો, ડોગરાઓ પ્રભાવિત થયા છે.

આઝાદ જે સતત લે છે દિલ્હીની મુલાકાત

બીજી તરફ ગુલામ નબી આઝાદ શનિવારના રોજ દિલ્હીથી જમ્મુ પહોંચ્યા અને કોંગ્રેસના નેતાઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. રાજકીય નિષ્ણાતોના મતે, આઝાદ જમ્મુની વારંવાર મુલાકાતો પર આવી રહ્યા છે, જેથી કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ હોય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી સમયે તેમને પાર્ટીની કમાન મળે.

સમર્થકોએ કરી આ માગ

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આવી સ્થિતિમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની આશા છે. આ કારણે આઝાદે પોતાના સમર્થકોને ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા જણાવ્યું છે. બીજી તરફ આઝાદના સમર્થકો તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માગ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ આ માગને લઈને હાઈકમાન્ડ પાસે જશે.

English summary
Pakistan and terrorism responsible for the situation in Kashmir : Azad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X