પાક.નો નવો વીડિયો, ભારતીય બંકર પર હુમલો કરી 5 જવાનોને માર્યા

Written By:
Subscribe to Oneindia News

પાકિસ્તાની સેનાએ ફરી એકવાર એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે દાવો કર્યો છે કે, પાકિસ્તાની સેનાએ સંઘર્ષવિરામનું ઉલ્લંઘનની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાના બંકરો ઉડાવી દીધા છે, જેમાં 5 ભારતીય સૈનિકો શહીદ થયા છે. જો કે, ભારતીય સેનાએ આ વીડિયો ખોટો હોવાનું જણાવ્યું છે.

pakistan video

પાકિસ્તાની સેનાના જનસંપર્ક અધિકારી મેજર જનરલ આસીફ ગફૂરે આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અપલોડ કર્યો છે. જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, ભારતીય સેનાના ગોળીબારનો જવાબ આપતાં પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પાસેની ભારતીય ચોકીઓ ઉડાવી દીધી છે. જો કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના આ તમામ દાવાઓને ખોટા ઠરાવ્યા છે.

એલઓસી પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન તરફથી એલઓસી પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ બીજી વાર પાકિસ્તાને આવો વીડિયો જાહેર કર્યો છે. પાકિસ્તાને જાહેર કરેલ પ્રથમ વીડિયો પણ ખોટો સાબિત થયો હતો.

અહીં જુઓ વીડિયો..

English summary
The Pakistan Army on Sunday released a video clip which showed destruction of Indian posts along the Line of Control (LoC).
Please Wait while comments are loading...