આ 10 પાકિસ્તાની વસ્તુઓની ભારતમાં જબરજસ્ત ડિમાન્ડ છે
પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય વેપાર પર રોક લગાવી દીધી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે બિઝનેસ હવે અટકી જશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપારનો અંતઃઆ 10 પાકિસ્તાની વસ્તુઓની ભારતમાં છે જબરજસ્ત ડિમાન્ડ, સરહદ પારથી થાય છે આયાત કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ રોષે ભરાયેલા પાકિસ્તાન ભારત સાથેના વ્યાપારિક સંબંધોનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય વેપાર પર રોક લગાવી દીધી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે બિઝનેસ હવે અટકી જશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર બંધ થવાથી પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર પણ તલવાર લટકી રહી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનથી આવનારી એવી અનેક પ્રોડ્ક્ટસ છે, જેની ભારતમાં મોટી ડિમાન્ડ છે. પાકિસ્તાનની એવી અનેક ચીજવસ્તુઓ છે, જે ભારતમાં ખૂબ લોકપ્રિય છે. ભારતમાં આ પાકિસ્તાની વસ્તુઓની મોટી ડિમાન્ડ છે, જેની આયાત કરવામાં આવે છે.

પાકિસ્તાની ફળો અને ડ્રાયફ્રૂટ્સની ડિમાન્ડ
ભારતમાં પાકિસ્તાનના તાજા ફળ અને ડ્રાયફ્રૂટ્સની મોટી ડિમાન્ડ છે. પાકિસ્તાનથી આવતા ફળો, તરબૂચ, ડ્રાયફ્રૂન્ટસનું ભારત મોટું માર્કેટ છે. તો પાકિસ્તાનના મીઠું, સલ્ફર, પત્થર, ચૂનો અને સિમેન્ટ પણ ભારતમાં મોટી ડિમાન્ડ છે. મુલ્તીની માટી પણ પાકિસ્તાનથી જ આવે છે. જેની ભારતમાં મોટી માગ છે.
બિઝનેસ ટુડેના કહેવા પ્રમાણે પાકિસ્તાન દર વર્ષે 112.8 મિલિયન ડૉલર ફળની નિકાસ કરે છે. તો સિમેન્ટની નિકાસ દર વર્ષે 78.3 મિલિયન ડૉલર, કેમિકલ્સની નિકાસ 60.4 મિલિયન ડૉલર છે.

ચામડાના સામાનની મોટી માગ
પાકિસ્તાનથી આવતા ચામડાનું પણ ફબારત મોટું માર્કેટ છે. તો ચશ્મામાં વપરાતા ઓપ્ટિકલ્સ પાકિસ્તાનથી આવે છે. આ ઉપરાંત લાહોરના કુર્તા, પેશાવરના ચંપલો ભારતમાં લોકો પસંદ કરે છે. આ ઉપરાંત પાકિસ્તાનના મસાલા પણ ભારતમાં વખણાય છે.

પાકિસ્તાનના કપડા અને શૉલની ડિમાન્ડ
પાકિસ્તાનના કપડા અને શાલ પણ ભારતમાં મોટા પાયે ખપે છે. પાકિસ્તાનથી આવતા ગરમ કપડા લોકોને પસંદ છે. તો પાકિસ્તાનથી મોટી સંખ્યામાં કૉટન પણ ભારત આયાત કરે છે. પાકિસ્તાનમાંથી ઈસ્પાત અને સ્ટીલની પણ આયાત કરવામાં આવે છે. આ ઉપરાંત કાર્બનિક કેમિકલ્સ, મેટલ કમ્પાઉન્ડ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે. ભારતમાં પાકિસ્તાની ચીજવસ્તુઓની માગ મોટી છે. ખાસ કરીને પાકિસ્તાનની એમ્બ્રોઈડરી અને કૉટન ફેબ્રિક બ્રાંડ ભારતમાં જાણીતી છે.

પાકિસ્તાનથી આવે છે આ વસ્તુઓ
પાડોશી દેશ પાકિસ્તાનથી ભારતને તાજા ફળ સહિત 19 વસ્તુઓ મળે છે. જેમાં જામફળ, પેરુ, કેરી, અનાનસ મુખ્ય છે. આ ઉપરાંત પાકિસ્તાન આપણને સિમેન્ટ પણ વહેંચતું હતું. આ ઉપરાંત અયસ્ક, તૈયાર ચામડું, પ્રોસેસ્ડ ફૂડ, અકાર્બનિક રસાયણ, કાચું કપાસ, મસાલા, ઉન, રબરની વસ્તુઓ, આલ્કોહોલ, હોસ્પિટલનો સામાન, સમુદ્રનો સામાન, પ્લાસિટક, ડાઈ પણ પાકિસ્તાનથી આવે છે. જો કે પુલવામા હુમલા બાદ ભારતે ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 200 ટકા કરી, જે બાદ પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે.












Click it and Unblock the Notifications
