ફાઈટર જેટનો અવાજ સાંભળી ગભરાયા પાકિસ્તાનીઃ ‘અમને લાગ્યુ યુદ્ધ શરૂ થઈ ગયુ'
છેલ્લા કેટલાક દિવસોથી પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશમાં અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. બીજી તરફ રહી રહીને યુદ્ધના સમાચાર પણ ચોંકાવી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ ખોફનો માહોલ છે. યુદ્ધના કારણે ત્યાંના લોકોને એટલો બધો ડર છે કે ફાઈટર જેટના અવાજથી જાણે કે તેમની આત્મી કાંપી ગઈ હોય. આનુ ઉદાહરણ ત્યારે જોવા મળ્યુ જ્યારે ગુરુવારે સવારે પાકિસ્તાનના સિયાલકોટ બોર્ડર પર પાક એરફોર્સના 2 જેટ વિમાન પેટ્રોલિંગ માટે ઉડ્યા.

સવારે જે પહેલો અવાજ સાંભળ્યો તો લાગ્યુ કે યુદ્ધ શરૂ થઈ ગયુ
ગુરુવારે સવારે પાકિસ્તાનના સિયાલકોટ બોર્ડર પર પાક એરફોર્સના 2 જેટ વિમાન પેટ્રોલિંગ માટે ઉડ્યા. આના અવાજથી ઉઠેલા લોકોને લાગ્યુ કે યુદ્ધ શરૂ થઈ ગયુ છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની જનતાએ આના વિશે લખવાનું શરૂ કરી દીધુ હતુ. એક પાકિસ્તાની પત્રકાર મુબાશિર જૈદીએ લખ્યુ - શકરગઢ વર્કિંગ બાઉન્ડ્રી પર અમારા પ્લેન્સે સાઉન્ડ બેરિયર તોડ્યો છે... ધમાકાનો જોરદાર અવાજ થયો. આના પર મોહમ્મદ યાહયા ખાન નામના ટ્વીટર અકાઉન્ટ પરથી જવાબ આવ્યો - મને લાગ્યુ શકરગઢથી યુદ્ધ શરૂ થઈ ગયુ છે.

લોકોના સનસનીખેજ ટ્વિટથી ફેલાઈ અફવા
એક એક કરીને સોશિયલ મીડિયા પર માનો આખુ પાકિસ્તાન જ યુદ્ધની વાતો કરવા લાગ્યુ. @UBK86 નામના અકાઉન્ટથી ટ્વીટ આવ્યુ - ‘સિયાલકોટમાં શું થયુ છે... કયા પ્રકારનો ધમાકો હતો... જલ્દી બતાવો' એવામાં જેને વાતનો અંદાજો પણ નહોતો તેણે માની લીધુ કે યુદ્ધ સવારથી શરૂ થઈ ચૂક્યુ છે. વળી, @hurairah_wazir નામના ટ્વીટરથી ત્યાં સુધી કહી દેવામાં આવ્યુ કે સિયાલકોટમાં પાકિસ્તાની એરફોર્સે ભારતીય જેટને પાડી દીધુ.

અફવામાં ભારતીયો પણ પાછળ ન રહ્યા
હવે જ્યારે અફવા ઉડી તો સીમાને પાર પણ કહાનીઓ ઘડાવા લાગી. @jaihind100 નામના એક ટ્વીટર અકાઉન્ટથી લખવામાં આવ્યુ, ‘ભારતે પાકિસ્તાનના શકરગઢ અને સિયાલકોટ સેક્ટરમાં 15 મિનિટની અંદર બે બોમ્બ ફેંક્યા. સંઘર્ષમાં પાકિસ્તાની એરફોર્સ.' જો કે આવા અફવા ભરેલા ટ્વીટ વચ્ચે અમુક લોકોએ જવાબમાં સ્પષ્ટ કર્યુ કે આવુ કંઈ નથી, ખોટી સનસની ફેલાવવાનું બંધ કરો.

પુલવામા હુમલા બાદ વારંવાર યુદ્ધની માંગ
પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલા અને તેમની શહીદીથી ગુસ્સે ભરાયેલા લોકોનો એક મોટો સમૂહ હકીકતમાં યુદ્ધ ઈચ્છે છે. પાકિસ્તાન સામે ખૂબ નફરતભર્યા ટ્વીટ થઈ રહ્યા છે. આવુ એટલા માટે કારણકે આ હુમલો પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હતો. વળી, બીજી તરફ આ હુમલા બાદ કાશ્મીરમાં પણ સેના તૈનાત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખતરનાકઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ