For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેપાર રોકવા પર પાકિસ્તાનને જ લાગ્યો ઝટકો, ખાવાના ફાંફા પડ્યા

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ને હટાવ્યા બાદથી પાકિસ્તાન ગુંચવાયું છે. પાકિસ્તાને પહેલા ભારત સાથેના વ્યાપારિક સંબંધો સમાપ્ત કર્યા

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ને હટાવ્યા બાદથી પાકિસ્તાન ગુંચવાયું છે. પાકિસ્તાને પહેલા ભારત સાથેના વ્યાપારિક સંબંધો સમાપ્ત કર્યા, રાજદૂતને પાછો બોલાવી લીધો અને હવે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને કાયમી ધોરણે બંધ કરી દીધી છે. વધતા દેવા અને મોંઘવારી સાથે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાને તેના વ્યાપારિક સંબંધો સમાપ્ત કરી દીધા છે, પરંતુ તમને જણાવી દઇએ કે એવી ઘણી બાબતો છે જેના માટે પાકિસ્તાન ભારત પર નિર્ભર છે. દર વર્ષે પાકિસ્તાન ભારત પાસેથી 206.7 કરોડ રૂપિયાના માલની આયાત કરે છે. તો, ગયા નાણાકીય વર્ષ 2018-19માં ભારતે પાકિસ્તાનથી 49.5 કરોડ રૂપિયાની આયાત કરી હતી. તમને તે સમાનની સૂચિ જણાવીએ છે જેના માટે પાકિસ્તાન સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે….

પાકિસ્તાન આ બાબતો માટે ભારત પર નિર્ભર છે

પાકિસ્તાન આ બાબતો માટે ભારત પર નિર્ભર છે

ભારત સાથે વ્યાપારિક સંબંધો સમાપ્ત કરવાના નિર્ણયથી ખુદ પાકિસ્તાને જ ઝાટકો લાગ્યો છે. વસ્તુઓની આયાત ન થવાને કરવાને કારણે મોંઘવારી વધી રહી છે. ખાવાના ફાંફા પડી રહ્યા છે. ડુંગળી અને ટામેટા જેવી ખાદ્ય ચીજો માટે પાકિસ્તાન ભારત પર નિર્ભર છે. વેપાર બંધ થવાને કારણે હવે પાકિસ્તાનમાં આ ચીજોની માંગ અને કિંમત વધી છે. આ સિવાય ભારત પર રસાયણો માટે આધારીત છે. નિષ્ણાંતો અને વેપારીઓ માને છે કે આનાથી પાકિસ્તાનને જ ઝાટકો લાગશે. ભારત પાકિસ્તાનને આયાત કરતા વધારે માલની નિકાસ કરે છે. વર્ષ 2018-19માં, જ્યાં ભારતે 49.5 કરોડનો માલ ખરીદ્યો છે, ત્યાં પાકિસ્તાને 206.7 કરોડ રૂપિયાના માલનો નિકાસ કર્યો છે. નિકાસની વાત કરીએ તો, ભારત મોટાભાગના કેમિકલ, પ્લાસ્ટિક, રબર અને મશીનો અને તેના ભાગો વેચે છે.

ભારત આ વસ્તુઓ પાકિસ્તાનને વેચે છે

ભારત આ વસ્તુઓ પાકિસ્તાનને વેચે છે

જો તમે ભારત પાકિસ્તાનને કઈ ચીજો વેચે છે તેની વાત કરો તો ભારત પાકિસ્તાનને સૌથી વધુ કેમિકલ અને ઉદ્યોગથી સંબંધિત ઉત્પાદનો વેચે છે. તે પછી ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ આર્ટિકલ્સ વેચે છે. ત્રીજા નંબરે પ્લાસ્ટિક અને રબરના ઉત્પાદનો, ચોથા નંબર પર શાકભાજી અને પાંચમા ક્રમે મશીન ટૂલ્સ, ઇલેક્ટ્રોનિક્સના ભાગો વેચે છે.

ભારત પાકિસ્તાન પાસેથી શું ખરીદે છે

ભારત પાકિસ્તાન પાસેથી શું ખરીદે છે

જો તમે ભારત પાકિસ્તાન પાસેથી કઈ ચીજો ખરીદે છે તેની વાત કરો તો ખનિજ ઉત્પાદનો આ યાદીમાં ટોચ પર છે. આ પછી શાકભાજી, ટેક્સટાઇલ આર્ટિકલ્સ, કેમિકલ ઉદ્યોગનો સમાવેશ થાય છે. આ સિવાય, તે ચામડા, ખાલ, ડ્રાયફ્રૂટ, મસાલા, શાલ વગેરે ખરીદે છે.

આ પણ વાંચો: આર્ટિકલ 370: અળગુ પડ્યુ પાકિસ્તાન, અમેરિકાએ પણ કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપનો કર્યો ઈનકાર

English summary
Pakistan Suspended Trade with India, Pakistan Import Rs 206 Crore goods From India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X