આર્ટિકલ 370: અળગુ પડ્યુ પાકિસ્તાન, અમેરિકાએ પણ કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપનો કર્યો ઈનકાર
અમેરિકાએ જમ્મુ કાશ્મીરના મુદ્દા પર ફરીથી એકવાર સ્પષ્ટ કરી દીધુ છે કે આ મુદ્દો ભારત-પાકિસ્તાન વચ્ચે જ ઉકેલાવો જોઈએ.
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને ખતમ કરાયા બાદ અકળાયેલા પાકિસ્તાન આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાની તમામ કોશિશોમાં લાગી ગયુ છે પરંતુ દરેક જગ્યાએથી તેને જાકારો મળી રહ્યો છે. અમેરિકાએ જમ્મુ કાશ્મીરના મુદ્દા પર ફરીથી એકવાર સ્પષ્ટ કરી દીધુ છે કે આ મુદ્દો ભારત-પાકિસ્તાન વચ્ચે જ ઉકેલાવો જોઈએ. અમેરિકાએ કહ્યુ કે કાશ્મીર માટે તેની નીતિમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર નથી આવ્યો. આ મુદ્દાને ઉકેલવા માટે તે કામ કરી રહ્યુ છે.

ત્રીજા પક્ષના હસ્તક્ષેપની જરૂર નથી
અમેરિકાએ સ્પષ્ટ કરી દીધુ છે કે કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે જ ઉકેલાવો જોઈએ. આ મુદ્દે કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોર્ગન ઑર્ટાગસે કહ્યુ કે અમેરિકા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેંગકોકમાં આસિયાન સમિટમાં મુલાકાત થઈ હતી. હું જાણુ છુ કે તેમની પાસે ઘણા ફોન આવે છે અને રોજ પોતાના સમકક્ષો સાથે વાત કરે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું કાશ્મીર મુદ્દે અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર થયો છે તો તેમણે કહ્યુ કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી.

તમામ મુદ્દાઓ પર વાત
મોર્ગન ઑર્ટાગસે કહ્યુ કે ભારત અને પાકિસ્તાન સાથે અમારી ઘણી વાતચીત થાય છે. હાલમાં જ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અહીં આવ્યા હતા. તેમણે માત્ર કાશ્મીર જ નહિ પરંતુ તમામ મુદ્દાઓ પર વાત કરી જેના પર અમે બારીકાઈથી નજર રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના વિદેશ સચિવ માઈકલ પોપિયોની હાલમાં જ ભારતના વિદેશ મંત્રી સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કરી દીધુ હતુ કે કાશ્મીર મુદ્દે કોઈ પણ વાત માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે.

વધ્યો તણાવ
તમને જણાવી દઈએ કે આર્ટિકલ 370 ખતમ થયા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. સરકારના નિર્ણયને પાકિસ્તાને ધરમૂળથી ફગાવીને કહ્યુ હતુ કે તે આના વિરોધમાં બધા સંભવ વિકલ્પ શોધશે. ત્યારબાદ પાકિસ્તાને ભારત સાથેના બધા વ્યાપારી સંબંધો તોડી દીધા અને ઘણા વિમાનોના રૂટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો.












Click it and Unblock the Notifications
