For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગત 24 કલાક દરમિયાન 3 વાર સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

india-pak-border
જમ્મૂ, 17 જુલાઇ: થોડા દિવસો પહેલાં આર.એસ.સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ઉશ્કેરામણી વિના કરવામાં આવેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયા બાદથી આ બોર્ડર વિસ્તારમાં બંને તરફથી ફાયરિંગ અટકવાનું નામ લેતું જ નથી. ગત 24 કલાક દરમિયાન પાકિસ્તાન દ્વારા ત્રણ વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે કારણ વિના પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં એક જવાન સહિત કુલ ચાર જવાન અને ચાર શ્રમિકો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોમાંથી એક હોસ્પિટલ જતાં રસ્તામાં દમ તોડી દિધો હતો.

આ ઘટના બાદ બંને તરફથી ફાયરિંગ અટકવાનું નામ લેતું નથી. જેના લીધે આ બોર્ડર વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. અત્યારે અનાજ રોપણીની સિઝન ચાલી રહી છે પરંતુ જે પ્રકારે પાકિસ્તાન તરફથી નિરંતર અટકી અટકીને ગોળીબાર કરવામાં આવે છે તેથી ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે.

આજે સવારે આ બોર્ડર પણ આ બોર્ડર વિસ્તારમાં ખેડૂતો પાકની રોપણી માટે ખેતરમાં પહોંચ્યા હતા કે પાકિસ્તાન તરફથી ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો. આ ગોળીબારના જવાબમાં ભારતીય બોર્ડર સુરક્ષા દળના જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું. જે પ્રકારે હાલ ગોળીબાર થઇ રહી છે તેનાથી ખેડૂતો ગભરાઇ ગયા છે અને આ વખતે અનાજની રોપણી પર ખતરામાં પડતી જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પોતાના નાપાક હરકતોથી છોડતું નથી. પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ફરી એકવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. સાંબા સેક્ટરના અરનિયા સબ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારતીય પોસ્ટો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

અરનિયા સબ સેક્ટરની બે પોસ્ટ પીતલ અને સ્ટોપ ટૂ પર મશીન ગન અને મોર્ટાર વડે ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગ રાત્રે બે વાગ્યા સુધી ચાલ્યું. પાકિસ્તાનની તરફથી ફાયરિંગના જવાબમાં કાર્યવાહી રાત્રે બે વાગ્યા પછી પુરી થઇ. રાહતના સમાચાર એ છે કે આ દરમિયાન જાનમાલનું કોઇ નુકસાન થયું નથી. આ પહેલા બુધવારે પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બીએસએફના જવાનનું મોત નિપજ્યું હતું અને ચાર જવાનને ઇજા પહોંચી હતી.

English summary
Pakistani troops resorted to unprovoked firing again at Indian positions along the international border in Jammu and Kashmir, police said Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X