For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની સહાનૂભુતિથી પાકિસ્તાનીઓ થયા અભિભૂત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: પેશાવર હુમલા બાદ દુ:ખની પળોમાં છેલ્લા બે દિવસોથી ભારતીયો ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ દ્વારા સતત પાકિસ્તાનીઓ પ્રત્યે પોતાની સહાનૂભુતિ દર્શાવતા હુમલાની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનના લોકો ભારતીયોની આ સંવેદનશીલતાથી અભિભૂત થયા છે.

પેશાવરની એક આર્મી શાળામાં 16 ડિસેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ ટ્વિટર પર 'પેશાવરએટેક' અને 'ઇન્ડિયા વિથ પાકિસ્તાન' જેવા હેશટેગ ટ્રેંડિંગ પર છે, જે બે પડોશી દેશોના નાગરિકોને જોડી રહ્યા છે.

child
તેની સાથે દુ:ખની ઘડીમાં પાકિસ્તાનીયોની મદદનો આભાર માનવા માટે 'થેંકયૂઇન્ડિયા'નું હેશટેગ પણ ટ્રેડિંગ પર છે. કરાચીની પત્રકારત્વની વિદ્યાર્થીનિ સકીના ફિરોઝે ટ્વિટર પર લખ્યું -'પ્રિય ભારત, હું મારા અન્ય દેશવાસીઓ અંગે નથી જાણતી, પરંતુ તમારી માનવતા અને દયા બતાવીને આપે નિશ્ચિતપણે મારુ દિલ જીતી લીધું છે. '

ભારતની સહાનૂભુતિથી અભિભૂત બનેલ પાકિસ્તાની નાનગરિક ઇમાદ ઝફરે ટ્વિટર પર લખ્યું છે કે 'દુ:ખની પળોમાં પાકિસ્તાનની સાથે રહેનાર સરહદ પારના અમારા મિત્રોનું અભિવાદન કરું છું. પ્રતિદ્વંદ્વી માતહત છે, માનવતાની જીત થઇ છે.'

child
આ પ્રકારે લંડનમાં રહેનારી પાકિસ્તાની રબેલે સમર્થન માટે ભારતનો આભાર માન્યો અને ટ્વિટર પર જણાવ્યું કે 'સરહદ પારથી આવનારા સંદેશાઓથી ઘણી અભિભૂત બની છું. દુ:ખના આ સમયમાં સહયોગ માટે આભાર ભારત.'

લાહોરમાં રહેનારા નિઝામુલ અસરે લખ્યું છે કે 'આપણા લોહીનો રંગ એક જ છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા હુમલાની સૌથી પહેલા નિંદા કરનારા વિશ્વના નેતાઓમાં સામેલ છે.'

child
શાંતિ નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ મંગળવારે ટ્વિટર પર લખ્યું હતું કે 'બાળકો હિંસા અને હુમલાનો સૌથી પહેલા શિકાર બને છે. આ સમય એકઠા થઇને આ હિંસાને રોકવાનો છે.'

ભારતીયોએ પેશાવર હુમલા પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્લોબલ વોઇસે લખ્યું, 'હા, હું ભારતીય છું, તો શું થયું. બાળક ગુમાવવાનું દુ:ખ દરેકને સરખુ થાય છે.'

પૂર્વ વિદેશ સચિવ નિરૂપમા રાવે લખ્યું 'બાળકોની હત્યાઓની અણદેખાઇ કરી શકાય નહીં. બાળકોની સીમા ના હોઇ શકે.'

ઇન્ડિયાવિથપાકિસ્તાનનું હેશટેગ શરૂ કરનારી તહસીન પૂનાવાલાએ લખ્યુ-'કેટલાંક લોકો નફરત ક્યારેય નથી છોડતા. મને પરવાહ નથી કે તેઓ શું વિચારે છે, મારુ માનવું છે કે જ્યારે 'ઇન્ડિયાવિથપાકિસ્તાન'ને ટ્રેંડ કર્યું તો માનવતાની જીત થઇ.'

English summary
Peshawar attack: Pakistanis overwhelmed with India's solidarity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X