For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પનામા પેપર લિક્સ: અમિતાભ સામે થયા નવા ખુલાસા વધ્યો વિવાદ

|
Google Oneindia Gujarati News

બોલીવૂડના લેજન્ડ્રી સુપર સ્ટાર અમિતાભ બચ્ચન હવે નવી મુશ્કેલીઓમાં મુકાયા છે. સામાન્ય રીતે ક્લિન ઇમેજ ધરાવતા અમિતાભ બચ્ચનનું નામ જ્યારથી પનામા પેપર્સમાં બહાર આવ્યું છે. તેમના નામ પર વિવાદો સમવાનું નામ નથી લેતા. જો કે અમિતાભ બચ્ચને આ અંગે પોતાના પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું છે કે તેમને પણ ખબર નથી કે તેમનું નામ આમાં કેવી રીતે આવ્યું.

જો કે પનામા પેપર પર સરકારી તપાસના આદેશ આવતા હવે આ અંગે કેટલાક નવા ખુલાસા બહાર આવ્યા છે જે અમિતાભની મુશ્કેલીઓ વધારે તેવા છે. ખબર મુજબ અમિતાભ બચ્ચન 5 હજારથી 50 હજાર ડોલર વચ્ચેની કેપિટલ કંપનીના ડાયરેક્ટર હતા. અને તેમણે કંપની મીટીંગ પણ અટેન્ડ કરી છે. ત્યારે પનામા પેપર લિંકના આ આખો મામલો શું છે તે વિષે વધુ જાણો અહીં....

પનામા પેપર્સ

પનામા પેપર્સ

પનામા પેપર્સમાં મુજબ વર્ષ 1993થી 1997 સુધી બહામાસની ટ્રંપ શિપિંગ લિમિટેડ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડના સી બલ્ક શિંપિંગ કંપની લિમિટેડના અમિતાભ બચ્ચન હતા ડાયરેક્ટર.

મીટિંગનો ભાગ

મીટિંગનો ભાગ

એટલું જ નહીં અમિતાભ બચ્ચને ડાયરેક્ટના રૂપમાં બે વાર કંપનીની મીટિંગમાં ફોન દ્વારા ભાગ પણ લીધો હતો.

અમિતાભનું શું કહેવું છે?

અમિતાભનું શું કહેવું છે?

જોકે જ્યારથી આ પેપરમાં અમિતાભ બચ્ચનનું નામ લિંક થયું છે ત્યારે અમિતાભ બચ્ચન આ કંપની ડાયરેક્ટર હોવાની વાતનો ઇન્કાર કરી રહ્યા છે.

અતૂલ્ય ભારત

અતૂલ્ય ભારત

ચર્ચાઓ તો તેવી પણ થઇ હતી કે અતૂલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભની હાલકપટ્ટી પણ પનામા પેપર્સના કારણે જ થઇ હતી. જો કે અમિતાભનું કહેવું છે કે અતૂલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર અંગે અધિકૃત રીતે કેન્દ્ર સરકાર તરફથી તેમની જોડે કોઇ મીટિંગ જ નથી થઇ તો હાલકપટ્ટીની વાત જ ક્યાંથી આવે!

English summary
Two firms in Panama Papers record Amitabh Bachhan was director, joined meetings about share transfer, $1.75-m loan said Indian Express.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X