For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pandora Papers: અનિલ અંબાણી, સચિન તેડુંલકર સહિત ઘણી હસ્તીઓની વિદેશોમાં સંપત્તિનો ખુલાસો

દુનિયાના અમુક અમીર લોકોના ગુપ્ત સોદાઓ અને છૂપાયેલી સંપત્તિનો ખુલાસો પેંડોરા પેપર્સમાં થયો છે જે અમીરો અને શક્તિશાળી લોકો સાથે જોડાયેલો સૌથી મોટો ખુલાસો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાના અમુક અમીર લોકોના ગુપ્ત સોદાઓ અને છૂપાયેલી સંપત્તિનો ખુલાસો પેંડોરા પેપર્સમાં થયો છે જે અમીરો અને શક્તિશાળી લોકો સાથે જોડાયેલો સૌથી મોટો ખુલાસો છે. પેંડોરા પેપર્સમાં 11.9 મિલિયન એટલે કે 1.19 કરોડ ફાઈલોના આ લીકમાં પનામા, દુબઈ, મોનાકો, સ્વીત્ઝરલેન્ટ અને કેમન આઈલેન્ડ જેવા ટેક્સ હેવન મનાતા સ્થળોએ ટ્ર્સ્ટ અને કંપનીઓ બનાવવાના દસ્તાવેજ છે. આમાં દુનિયાના 35 નેતાઓના નામનો ઉલ્લેખ છે જેમાં હાલમાં સત્તામાં બેઠેલા અને પૂર્વ નેતાઓ પણ શામેલ છે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ અને ઘણી અન્ય હસ્તીઓના નામ પણ યાદીમાં છે. જો કે પેંડોરા પેપર્સમાં જે લોકોના નામ છે આ બધાએ ખોટુ કામ કર્યુ હોય એવુ જરૂરી નથી.

Anil Ambani

અનિલ અંબાણીના નામનો પેંડોરા પેપર્સમાં થયો ખુલાસો

ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પેંડોરા પેપર્સની તપાસમાં એ ખુલાસો થયો છે કે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીનુ નામ પણ આ પેપર્સમાં છે. રિલાયન્સ એડીએ ગ્રુપના ચેરમેન અને તેમના પ્રતિનિધિઓ પાસ જર્સી, બ્રિટિશ વર્જિન આઈલેન્ડઝ અને સાઈપ્રસ જેવી જગ્યાઓએ ઓછામાં ઓછી 18 વિદેશી કંપનીઓ છે. આની સ્થાપના 2007થી 2010 વચ્ચે થઈ હતી અને આમાં સાત કંપનીઓએ કમસે કમ 1.3 બિલિયન ડૉલરનુ રોકાણ અને ઋણ મેળવ્યુ હતુ. જર્સીમાં અનિલ અંબાણીના નામે ત્રણ કંપનીઓ - બેટિસ્ટ અનલિમિટેડ, રેડિયમ અનલિમિટેડ અને હ્યુઈ ઈનવેસ્ટમેન્ટ અનલિમિટેડ છે. આ બધાને ડિસેમ્બર 2007 અને જાન્યુઆરી 2008માં બનાવવામાં આવી હતી.

સચિન તેંડુલકર અને નીરવ મોદીનુ નામ પણ શામેલ

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનુ નામ પણ પેંડોરા પેપર્સમાં સામે આવ્યુ છે. તમને જણાવી દઈએ કે સચિન તેડુંલકર રાજ્યસભાના સભ્ય છે. તેઓ હાલમાં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયેલા છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં જણાવ્યા મુજબ આ પેપર્સમાં સચિન સાથે તેમની પત્ની અંજલિ તેડુંલકર અને સાસરા આનંદ મહેતાનુ નામ પણ છે. બેંકોના કરોડો રૂપિયા લઈને દેશમાંથી ભાગી જનાર નીરવ મોદીનુ નામ પણ પેંડોરા પેપર્સમાં છે. જાન્યુઆરી 2018માં દેશ છોડીને ભાગવાના એક મહિના પહેલા જ નીરવ મોદીની બહેન પૂર્વી મોદીએ બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્ઝમાં એક કંપની બનાવી હતી. આ કંપનીને ટ્રાઈડેન્ટ ટ્રસ્ટ કંપની, સિંગાપુર દ્વારા બનાવવામાં આવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર બ્રુકટોન મેનેજમેન્ટ લિમિટેડને ડિસેમ્બર 2017માં બનાવવામાં આવી હતી. વળી, પેંડોરા પેપર્સમાં કિરણ મજૂમદાર શૉના પતિ કુણાલ અશોક કશ્યપનુ પણ નામ છે. પેંડોરા પેપર્સમાં 300 ભારતીયોના નામ છે. ઓછામાં ઓછી 60 પ્રમુખ હસ્તીઓ અને કંપનીઓ ઑફસોર હોલ્ડિંગ્ઝની તપાસ કરવામાં આવી છે. આવનારા સમયમાં વધુ નામોનો ખુલાસો થવાની આશા છે.

શું છે પંડોરા પેપર્સ

લગભગ 12 મિલિયન લીક દસ્તાવેજોની તપાસ આધારિત પેંડોરા પેપર્સ એ ખુલાસો કરે છે કે કેવી રીતે દુનિયાના ઘણા અમીર અને શક્તિશાળી લોકો પોતાની સંપત્તિ છૂપાવી રહ્યા છે. આ સૂચિમાં 380 ભારતીયોના નામ છે. ઈન્ડિયન એક્સપ્રેસે આ સૂચિમાં 60 પ્રમુખ કંપનીઓ અને લોકોના નામની પુષ્ટિ કરી છે. 117 દેશોમાં 600થી વધુ પત્રકારોએ પેંડોરા પેપર્સના દસ્તાવેજોની મહિનાઓ સુધી તપાસ કરી છે. પેંડોરા પેપર્સ ખુલાસામાં ઈન્ટરનેશનલ કંસોર્ટિયમ ઑફ ઈન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટસ(ICIJ)એ 14 સોર્સથી દસ્તાવેજો મેળવ્યા છે. પનામા પેપર્સ નામથી થયેલા ખુલાસા બાદ હવે પેંડોરા પેપર્સ(Pandora Papers) બીજો મોટો ખુલાસો છે. આમાં જાણવા મળ્યુ છે કે દુનિયાના ઘણા અમીર અને શક્તિશાળી લોકો સરકારની નજરથી પોતાની સંપત્તિને છૂપાવવા અને ટેક્સ બચાવવા માટે મની લૉન્ડ્રીંગનો સહારો લઈ રહ્યા છે.

English summary
Pandora Papers: Know how the padora papers reveal the financial secrets of rich Indians including Anil Ambani and Sachin Tendulkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X