For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપની તપાસ કરશે ખાસ પંચ: ચિદમ્બરમ

|
Google Oneindia Gujarati News

chidambaram
નવી દિલ્હી, 26 ડિસેમ્બર: કેન્દ્ર સરકારે રાજધાની દિલ્હીમાં ગયા અઠવાડિયે એક મેડિકલની વિદ્યાર્થિની પર સામુહિક બળાત્કાર મામલાની તપાસ માટે એક ખાસ તપાસ સમિતિની રચના કરી છે, જે દિલ્હીને મહિલાઓ માટે સુરક્ષિત બનાવવા માટેના ઉપાયો સુજવશે. તેમજ આ તપાસ પંચ ત્રણ મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સુપરત કરશે. સરકારે દિલ્હી ગેંગરેપ મામલે વધી રહેલા વિરોધના પગલે તપાસપંચને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે આજે એક પ્રેસ કોન્ફ્રેંસમાં જણાવ્યું કે દિલ્હીમાં દિલ્હીમાં ગયા અઠવાડિયે બનેલી ગેંગરેપની ઘટના શરમજનક છે. આ મામલે એસડીએમ ઉષા ચતુર્વેદીના આરોપોની તપાસ ચાલી રહી છે અને આ મામલમાં તપાસના આદેશ આપી દેવાયા છે. ચિદમ્બરમે જણાવ્યું કે ગેંગરેપના મામલે સરકાર કડક પગલા લઇ રહી છે.

નાણામંત્રીએ જણાવ્યું કે કેબિનેટે તપાસપંચની રચનાને મંજૂરી આપી દીધી છે. જેનુ નેતૃત્વ રિટાયર્ડ જસ્ટિસ ઉષા મેહરા કરશે. તેમણે જણાવ્યું કે પંચ ગેંગરેપની તટષ્ટ તપાસ કરશે અને તે દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે પણ તપાસ કરશે. પંચને દેશમાં મહિલાઓની સુરક્ષા અંગે ખાસ કરીને દિલ્હી જેવા શહેરોને ધ્યાનમાં રાખી પોતાના સુજાવ આપે.

ચિદમ્બરમે જણાવ્યું કે દોષિયોને સજા ચોક્કસ આપવામાં આવશે સાથે સાથે જરૂરિયાત અનુસાર કાનૂની વ્યવસ્થામાં સંસોધન કરાશે. તેમણે જણાવ્યુ કે સરકાર આ મામલે સુજાવોનું સ્વાગત કરશે. ચિદમ્બરમે જણાવ્યું કે અમે પીડિત યુવતી જલદી સાજી થઇ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દિલ્હી પોલીસ પર બળાત્કાર પીડિતાની જુબાની લેવામાં વરિષ્ઠ અધિકારીઓની દખલગીરીનો આરોપ લગાવ્યો હતો. આ શરમજનક ઘટનાના વિરોધ પ્રદર્શન દરમિયાન રવિવારે એક પોલીલ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ પોલીસના દાવાઓ ઉપર સવાલો ઉઠવા લાગ્યા હતા.

English summary
Commission to fix responsibility in Delhi gang rape case said Chidambaram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X