પેરેડાઇઝ પેપર્સનો ખુલાસો: મોદીના આ મંત્રીનું નામ પણ જોડાયું
મોદી સરકાર દ્વારા જ્યાં 8 નવેમ્બરે એન્ટી બ્લેક મની ડે મનાવાઇ રહ્યો છે ત્યાં જ બીજી તરફ એક મોટો ખુલાસો થયો છે. પનામા પેપર્સ બહાર આવ્યાના 18 મહિના થયા છે. આ અંગે બંન્ને ખુલાસા જર્મનીના એક ન્યૂઝપેપર Suddeutsche Zeitung કર્યા હતા. આ ખુલાસા કરવા માટે આંતરાષ્ટ્રીય કંસોર્ટિયમ ઓફ ઇંવેસ્ટિગેટિવ જર્નાલિસ્ટની તરફથી તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કંસોર્ટિયમ 96 મીડિયા ઓર્ગેનાઇઝેશન સાથે પાર્ટનરશીપ કરીને આ કામ કરે છે. આ 1.34 કરોડના દસ્તાવેજોના સેટને પેરાડાઇઝ પેપર્સ નામ આપવામાં આવ્યું છે. જે દ્વારા વિદેશી કંપનીઓ અને 19 ટેક્સ હેવન દેશોની વાત કરવામાં આવી છે. જો કે આ મામલે ભારતમાં ઇન્ડિયન એક્સપ્રેસે 10 મહિના સુધી તપાસ કરી છે. અને ભારતીયોની એક વધુ લિસ્ટ નીકાળી છે. ત્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસ જે જાણકારી મેળવી છે આ મામલે તે મુજબ તેણે એક 40 પાનાનો રિપોર્ટ છાપ્યો છે. તેમાં બરમૂડાની લો ફર્મ એપ્પલબાય વિષે વધુ તપાસ કરવામાં આવી છે. આ 119 વર્ષ જૂની કંપની છે. આ કોઇ ટેક્સ સલાહકાર કંપની નથી પણ વકીલો, એકાઉન્ટટ્સ, બેંકર્સ અને અન્ય લોકોના નેટવર્કની એક કંપની છે. અને આ નેરવર્કમાં તે જ લોકો જોડાઇ શકે છે જે તેમના ગ્રાહકો માટે વિદેશી કંપનીઓ સાથે સેટ અપ કરવા માંગતા હોય અને તે તેમના બેંક ખાતા મેનેજ કરતા હોય. આ લોકો ટેક્સ બચાવ, રિયલ એસ્ટેટ પ્રોપર્ટી મેનેજમેન્ટ, એરપ્લેન અને યોટ પર ઓછા ટેક્સ અને તેને દુનિયામાં એક થી બીજે છેડે મોકલવાનું કામ કરે છે.
કુલ 714 ભારતીયોનું નામ
આ લિસ્ટમાં કુલ 180 દેશોનું નામ છે. આ નામોની સંખ્યામાં મુજબ જે રેકિંગ કરવામાં આવ્યું છે તેમાં ભારતનો નંબર 19મો છે. અને આ દસ્તાવેજો મુજબ કુલ 714 ભારતીયોના નામ તેમાં જોડાયેલા છે. એપ્પલબોયના બીજો મોટો ક્લાયન્ટ એક ભારતીય કંપની છે. જેની દુનિયામાં લગભગ 118 સહયોગી કંપનીઓ છે. એપ્પલબોય ભારતીય ક્લાયટ્સ વધુ છે જેમાં કેટલીક કંપનીઓ અને મોટા કોર્પોરેટ્સ પણ છે. સાથે જ આ ખુલાસામાં રશિયાની એક ફર્મનું પણ નામ આવ્યું છે જેણે ટ્વિટર અને ફેસબુકમાં રોકાણ કર્યું છે. આ સિવાય રશિયા અને અમેરિકાના કોમર્સ સેક્રેટરી વિલબર રોસના સંબંધોનો પણ ખુલાસો થયો છે.
સંજય દત્ત
વધુમાં બરમૂડાની એક કંપનીમાં અમિતાભના શેયર્સનો પણ ખુલાસો થયો છે. જે 2004ની લિબ્રલાઇઝ્ડ રેમિટેંસ સ્કીમના પહેલા ખરીદવામાં આવ્યા હતા. આ સિવાય કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયા અને સંજય દત્તની પત્નીનું પણ નામ આમાં બહાર આવ્યું છે. માન્યતા દત્તાએ તેના જૂના નામ દિલનશી નામે આ દસ્તાવેજોમાં જોડાઇ છે. આ લિસ્ટમાં સિવિલ એવિએશન રાજ્ય મંત્રી જયંત સિંહાનું નામ પણ બહાર આવ્યું છે. જે પહેલા ઓમિડ્યાર નેટવર્કથી જોડાયેલું છે.