પરમબીર સિંહનુ તપાસ પંચ સમક્ષ એફિડેવિટ, મારી પાસે અનિલ દેશમુખ સામે પુરાવા નથી
મુંબઈઃ મુંબઈ પોલિસના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહે ન્યાયમૂર્તિ કેયુ ચાંદીવાલ(સેવાનિવૃત્ત)ની અધ્યક્ષતાવાળા એક તપાસ પંચને કહ્યુ છે કે તેમની પાસે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ પુરાવા નથી. પરમબીર સિંહે દેશમુખ વિરુદ્ધ 100 કરોડની વસૂલીના આરોપ લગાવ્યા હતા. હવે તેમણે કેસની તપાસ કરી રહેલ પંચને આપેલા એફિડેવિટમાં કહ્યુ છે કે જે આરોપ મે લગાવ્યા છે તેની પુષ્ટિ માટે મારી પાસે પુરાવા નથી. પરમબીર સિંહ તરફથી 22 ઓક્ટોબરના રોજ આ એફિડેવિટ પંચને આપવામાં આવી હતી.
ચાંદીવાલ પંચના વિશેષ વકીલના જણાવ્યા મુજબ ગઈ સુનાવણીમાં ચાંદીવાલ પંચને આ એફિડેવિટ સોંપવામાં આવી હતી. એફિડેવિટમાં પરમબીર તરફથી લખવામાં આવ્યુ છે કે તેમની પાસે અનિલ દેશમુખ સામે પૂરતા પુરાવા નથી.
પરમબીર સિંહે આ વર્ષે માર્ચમાં સીએમ ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખીને એ વખતે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ લગાવ્યા હતા. આ આરોપની ન્યાયિક તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે એક સભ્યની તપાસ કમિટીની રચના 30 માર્ચે કરી હતી. કમિટીએ ઘણી વાર પરમબીરનુ નિવેદન નોંધવા માટે તેમને સમન મોકલ્યા પરંતુ તે હાજર ન થયા. હવે તેમના તરફથી આ એફિડેવિટ સામે આવી છે.
ભાગેડુ ઘોષિત થઈ ચૂક્યા છે પરમબીર સિંહ
મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ છેલ્લા ઘણા સમયથી ગાયબ છે. બે અદાલતો તેમની સામે ચાલી રહેલા એક્ટોર્શન કેસમાં તેમને ભાગેડુ ઘોષિત કરી ચૂકી છે. મહારાષ્ટ્ર સરકારે પણ કાર્યવાહી કરીને તેમનુ વેતન રોકી દીધુ છે. માનવામાં આવી રહ્યુ છે કે તે વિદેશ ભાગી ગયા છે.
અનિલ દેશમુખ ઈડીની કસ્ટડીમાં
પરમબીર સિંહના આરોપો બાદ તપાસનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપીના ધારાસભ્ય અનિલ દેશમુખની ઈડીએ ધરપકડ કરી લીધી છે. વિશેષ પીએમએમએ અદાલતે 2 નવેમ્બરના રોજ તેમના ચાર દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલ્યા છે. અનિલ દેશમુખની બળજબરીથી વસૂલી અને મની લૉન્ડ્રીંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.