For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવાન પુત્રના મૃતદેહ માટે માતાપિતાએ માગવી પડી ભીખ

યુવાન પુત્રના મૃતદેહ માટે માતાપિતાએ માગવી પડી ભીખ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક માતાપિતા હૉસ્પિટલમાંથી પોતાના પુત્રના મૃતદેહને મેળવવા માટે ભીખ માગતાં નજરે પડી રહ્યાં છે.

આ વીડિયો બિહારના સમસ્તીપુર જિલ્લાનો છે. જેમાં માતાપિતા ઘેરઘેર ફરીને પૈસા માગતાં જોવા મળે છે.

આ દંપતીનું કહેવું છે કે તેમના પુત્રનો મૃતદેહ સોંપવા માટે હૉસ્પિટલના એક કર્મચારીએ મસમોટી લાંચ માગી હતી. તેમની પાસે પૈસા ન હોવાથી તેઓ આ રીતે પૈસા એકઠા કરવા મજબૂર બન્યાં છે.

dead

હૉસ્પિટલનું કહેવું છે કે તેઓ એ કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.

આ દંપતીની જેમ હજારો ગરીબ અને વંચિત લોકોને હૉસ્પિટલોમાં હાલાકી ભોગવવી પડે છે અને આ જ રીતે પોતાનું કામ પતાવવા માટે લાંચ આપવી પડે છે.

https://twitter.com/Mukesh_Journo/status/1534451900266926081

મહેશ ઠાકુર અને તેમનાં પત્નીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે તેમનો પુત્ર કેટલાક દિવસોથી ગુમ હતો.

અઠવાડિયાની શરૂઆતમાં તેમને ફોન આવ્યો કે તેમના પુત્રનું અજાણ્યાં કારણોસર મૃત્યુ થયું છે અને મૃતદેહ પોસ્ટમૉર્ટેમ માટે શહેરના સદર હૉસ્પિટલમાં છે.

જ્યારે તેઓ હૉસ્પિટલ પર પહોંચ્યા તો એક કર્મચારીએ તેમને કહ્યું કે જ્યારે તેઓ 50 હજાર રૂપિયા આપશે ત્યારે જ તેમના પુત્રનો મૃતદેહ સોંપવામાં આવશે.

પુત્રની અંતિમવિધિ કરવાની ઇચ્છા ધરાવતા દંપતી પાસે પૈસા ન હોવાથી તેમણે ભીખ માગવાનું નક્કી કર્યું. તેમણે એએનઆઈને કહ્યું, "અમે ગરીબ લોકો છીએ, ક્યાંથી આ પૈસા આપીએ?"

વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હૉસ્પિટલના સિવિલ સર્જન એસ. કે. ચૌધરીએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

તેમણે એનડીટીવીને કહ્યું, "આ મામલે દોષિતોને છોડવામાં આવશે નહીં. આ માનવતાને શરમાવે તેવી ઘટના છે."


https://www.youtube.com/watch?v=JUeyXcAaGzs

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Parents beg for young son's body
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X