
માનવતાનુ મોતઃ દીકરાનુ શબ આપવા હોસ્પિટલે માંગી લાંચ, ભીખ માંગીને પૈસા ભેગા કરી રહ્યા છે માતાપિતા
બિહારઃ માનવતા મરી પરવારી હોય એવા અત્યંત કરુણ સમાચાર બિહારમાં જોવા મળી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોયા પછી માનવતા પરથી આપણને વિશ્વાસ ઉઠી જાય છે. વીડિયોમાં એક માતાપિતા પોતાના ભીખ માંગી રહ્યા છે. ભીખ એટલા માટે માંગી રહ્યા છે કારણકે તે દીકરાનુ શબ હોસ્પિટલમાંથી મેળવી શકે. સમગ્ર કિસ્સો બિહારના સમસ્તીપુરનો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દીકરાના શબ માટે હોસ્પિટલના કર્મચારીએ વ્યક્તિ પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરી છે. આર્થિક રીતે નબળા હોવાના કારણે પિતા આખા શહેરમાં ફરીને પૈસા માંગી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા મૃતકના પિતા મહેશ ઠાકુરે કહ્યુ, 'થોડા સમય પહેલા મારો પુત્ર ગુમ થયો હતો. હવે અમને ફોન આવ્યો છે કે મારા પુત્રનો મૃતદેહ સમસ્તીપુરની સદર હોસ્પિટલમાં છે. હોસ્પિટલના એક કર્મચારીએ મારા પુત્રના મૃતદેહને છોડાવવા માટે 50,000 રૂપિયાની માંગણી કરી છે. અમે ગરીબ લોકો છીએ. અમે આ રકમ કેવી રીતે ચૂકવી શકીએ?' એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM) વિનય કુમાર રાયે જો કે કહ્યુ કે તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યુ હતુ કે આખો મામલો ખોટી રીતે મૂકવામાં આવ્યો હતો.
તેમણે અહેવાલોનુ ખંડન કરતા કહ્યુ કે આ જિલ્લા વહીવટીતંત્રની છબીને બગાડવાનો પ્રયાસ છે. તેમણે કહ્યુ કે મૃતદેહ પોલીસ કસ્ટડીમાં છે અને તેને 72 કલાક પહેલા છોડાવવાનો નથી અને શબગૃહના કર્મચારીઓએ માતા-પિતાને કહ્યુ હતુ કે જો તેમને 50,000 રૂપિયા ચૂકવવામાં આવે તો પણ તેઓ લાશને સોંપી શકશે નહિ. ADMએ કહ્યુ કે પરિવાર દ્વારા આ નિવેદનને ખોટી રીતે સમજાયુ હતુ. સિવિલ સર્જન, સમસ્તીપુર, ડૉ એસકે ચૌધરીએ બુધવારે કહ્યુ હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે ચોક્કસપણે આ મામલે કડક પગલાં લઈશુ. જેઓ જવાબદાર જણાય છે તેમને બક્ષવામાં આવશે નહિ.'
એનડીટીવીના અહેવાલ મુજબ આ સમગ્ર કિસ્સો બિહારના સમસ્તીપુર જિલ્લા હોસ્પિટલનો છે. અહીં પૈસા વિના કોઈ કામ થતુ નથી. આ હોસ્પિટલમાં મોટાભાગના આરોગ્યકર્મી કૉન્ટ્રાક્ટ પર હોય છે. આરોગ્યકર્મીઓને સમયે પગાર મળતો નથી. માટે તેમની કોશિશ રહે છે કે દર્દીના પરિવારજનો પાસેથી જ પૈસા લઈ લેવામાં આવે.
Samastipur, Bihar | Parents of a youth beg to collect money to get the mortal remains of their son released from Sadar Hospital after a hospital employee allegedly asked for Rs 50,000 to release the body pic.twitter.com/rezk7p6FyG
— ANI (@ANI) June 8, 2022