કોંગ્રેસના મજાકનો જવાબ આપવો પરેશ રાવલને પડ્યો ભારે

Written By:
Subscribe to Oneindia News

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવતા એક ટ્વિટ પર રિપ્લાય કરીને ભાજપના નેતા અને સાંસદ પરેશ રાવલ ખરાબ રીતે ફસાઇ ગયા. ઉલ્લેખનીય છે કે પરેશ રાવલે કોંગ્રેસના મજાક પછી ટ્વિટ કર્યું હતું કે અમારો ચા-વાળો તમારા બાર-વાળા કરતા સારો છે. આ ટ્વિટ પછી પરેશ રાવલ સોશ્યલ મીડિયા પર મોટા પ્રમાણમાં ટ્રોલ થયા હતા. લોકોએ તેમને પણ પીએમની મજાક ઉડાવી તેમ કહ્યું હતું. આ મામલે વિવાદ વધતા પરેશ રાવલે આ ટ્વિટને ડિલિટ કરી માફી માંગી છે. સોશ્યલ મીડિયા પર મંગળવારે યુવા કોંગ્રેસના એક મેગેઝિન યુવા દેશે પીએમ નરેન્દ્ર મોદીની મજાક ઉડાવતો એક ફોટો ટ્વિટ કર્યો હતો. ફોટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને બ્રિટિશ પીએમ થેરેસા વાત કરતા નજરે પડી રહ્યા છે.

Narendra Modi

ફોટોમાં પીએમ કહે છે તમે જોયું વિપક્ષ મારા કેવા કેવા મેમે બનાવે છે. આ પર ડોનાલ્ડ ટ્રંપે કહ્યું તેને મેમે નહીં મીમ કહે છે. આ પછી થેરેસા કહ્યું તું ચા વેચ. આ ટ્વિટ પર વિવાદ વધતા કોંગ્રેસના યુવા વિંગના ઇન્ચાર્જ સૂરજ હેગડે માફી માંગી આ ટ્વિટને હટાવી લીધું હતું. જો કે આ પછી પરેશ રાવલે ટ્વિટ કરી જણાવ્યું કે અમારો ચા વાળો તમારા બારવાળા કરતા સારો છે. જો કે તે પછી પરેશ રાવલ આ અંગે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થતા તેમણે પણ આ અંગે માફી માંગી ટ્વિટ ડિલિટ કર્યું હતું. તેમણે કહ્યું કે હું કોઇની પણની ભાવનાને આહત કરવા નથી માંગતો માટે માફી માંગુ છું.

BJP
Congress
English summary
paresh rawal deletes his chai wala tweet on pm narendra modi tweets apology later.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.