Parliament : એક જ દિવસમાં 78 સાંસદો લોકસભામાંથી સસ્પેન્ડ, કુલ આંકડો 90 પાર પહોંચ્યો
સંસદમાં મોદી સરકારની દાદાગીરીનો જીવંત પુરાવો જોવા મળી રહ્યો છે. લોકસાહીના મંદિરમાં સરકારે દાદાગીરી કરતા એક પછી એક 90 થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે.
સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને શિયાળુ સત્રના 11મા દિવસે પણ હંગામો યથાવત રહ્યો. આ હંગામાને કારણે 78 સાંસદોને બંને ગૃહોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 33 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે.

બીજી તરફ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે વિપક્ષના 45 સાંસદોને સમગ્ર સત્ર માટે એટલે કે 22 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલા 13 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે મુજબ શિયાળુ સત્રથી અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અધીર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના 11 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે તૃણમૂલ કોંગ્રેસના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સહિત કુલ 33 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
બીજી તરફ રાજ્યસભામાંથી 45 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. આમાંથી 34ને શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન 11 ને જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ તેમના પર પોતાનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. આ તમામ સતત સૂત્રોચ્ચાર કરતા હતા અને પ્લેકાર્ડ લહેરાવતા હતા.
જણાવી દઈએ કે, આ પહેલા 14 ડિસેમ્બરે 13 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સિવાય રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવુ ઈતિહાસમાં પહેલી વખત બન્યુ છે.












Click it and Unblock the Notifications
