For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર પટેલે જૂનાગઢના નવાબને ભારતમાં જોડાવવા દબાણ કર્યું, જેમણે કુતરાના લગ્નમાં ખર્ચ્યા 20 લાખ

સરદાર પટેલે જૂનાગઢના આ નવાબને ભારતમાં જોડાવવા દબાણ કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયા કોલોની ખાતે દેશના પહેલા પૂર્વ નાયબ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું છે. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ તેમની પ્રતિમા સમાન જ હતું. સરદાર પટેલે દેશને એક કરતી વખતે દરેક રાજા રજવાડાઓને પણ એક કર્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢના વિચિત્ર એવા નવાબને પણ દેશમાં જોડાવવા માટે દબાણ કર્યું હતું. નવાબ પાસે કુલ 800 કુતરા હતા જેમાંથી 2 કુતરાના લગ્ન કરાવવા પાછળ આ નવાબે એ સમયે 20 લાખ રૂપિયા ફૂંકી માર્યા હતા.

કુતરાના લગ્ન પાછળ 20 લાખનો ખર્ચ

કુતરાના લગ્ન પાછળ 20 લાખનો ખર્ચ

જૂનાગઢના નવાબ મહબત ખાન રસુલ ખાનજી 3ને કુતરાઓ પ્રત્યે અસાધારણ પ્રેમ હતો, કુતરાઓ પ્રત્યેનો તેમના પ્રેમનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે તેમની પાસે કુલ 800 શ્વાન હતા અને દરેકની સારસંભાળ માટે 1-1 કર્મચારી રાખેલ હતા. જેમાના 1 કુતરાના લગ્ન માટે તેમણે 20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને લગ્નના દિવસને જાહેર રજા તરીકે ઘોષિત કર્યો હતો. ઝુલફીકુર અલી ભુટ્ટોના પિતા અને કરાચીથી મુસ્લિમ લિગ પોલિટિશિયન શાહનવાઝ ભુટ્ટો આ નવાબના દિવાન હતા. ભુટ્ટોની સરદાર પટેલની ચાલથી વંચિત રાખવામાં આવ્યો હતો, જેમણે પાછળથી ભારત સાથેના 1000 વર્ષ લાંબા યુદ્ધનું વચન લીધું હતું.

સરદાર પટેલે 552 રાજ્યોને ભારતમાં જોડ્યાં

સરદાર પટેલે 552 રાજ્યોને ભારતમાં જોડ્યાં

સરદાર પટેલે કુલ 552 રાજ્યોને ભારતમાં જોડવાનું અઘરું કામ પરિપૂર્ણ કરી લીધું હતું, પરંતુ જૂનાગઢ, ત્રાવણકોર, હૈદરાબાદ અને કાશ્મીરને દેશ જોડે જોડવા વધુ અઘરું હતું. સરદાર પટેલ આજે લોકોના હ્રદયમાં અમર થઈને વસી ગયા છે. કાશ્મીરનો મુદ્દો જેમ સતાવતો હતો તેમ જ જૂનાગઢનો મુદ્દો પણ દેશની આઝાદી માટે પરેશાની ઉભી કરી રહ્યો હતો, જો કે જૂનાગઢ આજે ગુજરાતનો ભાગ છે. નવા ચૂંટાયેલા દિવાન શાહનવાઝ ભુટ્ટોની સલાહનો બહુમતીથી લોકો વિરોધ કરી રહ્યો હોવા છતાં જૂનાગઢના નવાબ પણ ઈચ્છતા હતા કે જૂનાગઢ પાકિસ્તાનનો જ ભાગ બને.

સરદાર પટેલે દબાણ કર્યું

સરદાર પટેલે દબાણ કર્યું

15મી ઓગસ્ટ 1947ના રોજ જૂનાગઢના નવાબ લોર્ડ માઉન્ટબેટનની સલાહની વિરુદ્ધમાં એમ દલીલ કરીને પાકિસ્તાનના ડોમિનિઅન સાથે જોડાઈ ગયા હતા કે પાકિસ્તાનને જૂનાગઢ સમુદ્ર મારફતે જોડશે. સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનને પ્રવેશની સ્વીકૃતિને પાછી લેવા દબાણ કર્યું અને અનિશ્ચાએ પાકિસ્તાને લોકમતથી સંમતિ રાખવી પડી. વીપી મેનની સહાયથી સરદાર પટેલ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જૂનાગઢના પાકિસ્તાનમાં જોડાયા બાદ સરદાર પટેલને પહેલા જોખમે સંકેત આપ્યા તે હતું ભારતના ભાગલા. આ દરમિયાન માઉન્ટબેટને પણ જૂનાગઢમાં એક રોલ ભજવવાનો ગંભીર પ્રયાસ કર્યો, જે ભારત માટે ફાયદાકારક નહોતો. મોહમ્મદ અલી ઝીણાના કાર્યો પણ માઉન્ટબેટનનો કોઈ કન્ટ્રોલ ન હતો પણ તેમણે એવું અનુમાન લગાવ્યું કે પોતાનો ગવર્નર જનરલના હોદ્દાનો ઉપયોગ કરી તેઓ ભારત સામે ત્રણ શરતો રાખીને પાકિસ્તાન સામે યુદ્ધ માટે પરિવર્તિત કરી શકે. પહેલી શરત હતી કે જૂનાગઢને સંયુક્ત રાષ્ટ્રમાં સંદર્ભ આપવો, બીજું- ભારતીય આર્મી જૂનાગઢમાં પ્રવેશ ન કરી શકે અને ત્રીજી શરત- જૂનાગઢમાં લોકમત લાવવું.

સરદારને સોંપી જવાબદારી

સરદારને સોંપી જવાબદારી

પાકિસ્તાન સાથે જોડાવવાના જૂનાગઢના નિર્ણય બાદ નવાનગર, ભાવનગર, મોરબી, ગોંડલ, પોરબંદર અને વાંકાનેરના રાજવીઓએ પરિસ્થિતિ સંભાળવા માટે સરદાર પટેલને સોંપી દીધી. માઉન્ટબેટનની સંયૂક્ત રાષ્ટ્રમાં જવાની શરત સરદાર પટેલે એમ કહીને ઠુકરાવી દીધી કે જૂનાગઢ વિવાદનો મુદ્દો નહિ, પણ પાકિસ્તાન દ્વારા ગેરકાયદે દખલનો મુદ્દો છે. માઉન્ટ બેટનને અપેક્ષા હતી કે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને ગોપાલસ્વામી અય્યંગર સરદારને સપોર્ટ કરશે. જૂનાગઢમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ અને ભારતીય સેનાએ ન પ્રવેશવાની શરત પણ સરદાર પટેલે ફગાવી દીધી. સરદાર પટેલે કહ્યું કે આ ઓપરેશન માત્ર ભારતીય આર્મી દ્વારા જ પાર પાડવામાં આવવું જોઈએ.

ભારતની તરફેણમાં મત પડ્યા

ભારતની તરફેણમાં મત પડ્યા

9 નવેમ્બર 1947ના રોજ સરકારે જૂનાગઢ પર કબજો જમાવ્યો. જોશીલા સ્વગત સાથે 13 નવેમ્બરના રોજ સરદાર પટેલે જૂનાગઢની મુલાકાત લીધી. તેમણે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં જાહેર સભાને સંબોધી લોકોને ખાતરી આપી કે ભારત તેમની ઈચ્છાનું ધ્યાન રાખશે. લોકોને જ પૂછવામાં આવ્યું કે તેમણે ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં. ભારમાં રહેવાની તરફેણમાં 10,000થી પણ વધુ હાથ ઉંચા થયા હતા. બાદમાં સરદાર પટેલ પ્રભાસ પાટણ ખાતે સોમનાથના મંદિરની મુલાકાતે ગયા. દેખીતી રીતે જ તેઓ મંદિરની નબળી પડી ગયેલ સ્થિતિ, અવગણના અને અવ્યવસ્થાપણાનું નિરીક્ષણ કરવા ગયા હતા. તેમણે મંદિરના મૂળ વૈભવના પુનરુત્થાનનો તાત્કાલિક પ્રસ્તાવ મૂક્યો હતો.

જૂનાગઢ પર નિયંત્રણ મેળવ્યું

જૂનાગઢ પર નિયંત્રણ મેળવ્યું

આખરે સરદા પટેલે જૂનાગઢના ત્રણ મુખ્ય સત્તાવાળાઓને ચળવળનો આદેશ આપ્યો. જેના થોડા સમયમાં જ કાઠિયાવાડ ડિફેન્સ ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર ગુરિયલ સિંહની આગેવાનીમાં ભારતીય આર્મીના ટેન્ક અને અન્ય વાહનો જૂનાગઢમાં પ્રવેસ્યાં. ગુરિયલ સિંહના કમાન્ડ નીચે પોતાની ફોર્સને મૂકવા માટે નવાનગર, ભાવનગર અને પોરબંદર રાજ્યના રાજવીઓ પણ રાજી થઈ ગયા હતા. આ બધા દળોને તહેનાત કરી દેવામાં આવ્યા હતા, તેમની હિલચાલ અને દાવપેચ સમગ્ર કાઠિયાવાડ પર સ્થિર અસર પેદા કરી રહ્યા હતા. એ રાત્રે જ ભુટ્ટો પાકિસ્તાન જતા રહ્યા અને જૂનાગઢ રાજ્યના પાયદળ અને ઘોડસવારોને નિઃશસ્ત્ર કરી ખજાના સહિતની કિંમતી વસ્તુઓને મુદ્રાંકિત કરી લેવામાં આવી. વિવિધ ટૂકડીઓ સાથે સિવિલ ઑફિસર્સ રાજ્યના મહત્વના સ્થળોએ ગયા શાંતિપૂર્વક નિયંત્રણ મેળવ્યું. 9 નવેમ્બરના રોજ કેપ્ટન હાર્વે જોહ્ન્સન અને જૂનાગઢના ચીફ સેક્રેટરી ઘીવાલાએ રાજ્યનો હવાલો સત્તાવાર રીતે ભારત સરકારને સોંપી દીધો.

આવી રીતે ભાતમાં ભળ્યું જૂનાગઢ

આવી રીતે ભાતમાં ભળ્યું જૂનાગઢ

જૂનાગઢ પાસે ભારતનો પ્રતિકાર કરવા માટેના સંસાધનોનો અભાવ હોવાથી પરિસ્થિતિ અંકુશ લેવા માટે ભારતને આમંત્રણ આપ્યું. જૂનાગઢમાં સ્થિતિ પર કાબુ મેળવી શકાય ત્યારે સરકારે અહીં લોકમત જાળવવાનું નક્કી કર્યું. ICSના સિનિયર અધિકારી જેઓ હિંદુ પણ ન હતા અને મુસ્લિમ પણ ન હતા તેમને લોકમતનું નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, દરમિયાન લોકોએ ભારતની તરફેણમાં મત નાખ્યો હતો.

Statue of Unityના અનાવરણ દરમિયાન પીએમ મોદીએ કહી આ 10 મોટી વાતોStatue of Unityના અનાવરણ દરમિયાન પીએમ મોદીએ કહી આ 10 મોટી વાતો

English summary
Patel forced Nawab of Junagarh to accede to India who had spent Rs 20 lakh on dog’s marriage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X