For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મુસલમાનોની દેશભક્તિ પર સવાલ ઉઠાવી ન શકાય: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: વડાપ્રધાન બન્યા બાદ પોતાના પહેલાં ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના મુસલમાનોની દેશભક્તિ પર સવાલ ઉઠાવી ન શકાય. સીએનએનને આપેલા આ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ''ભારતનો મુસલમાન દેશ માટે પોતાનો જીવ પણ આપી શકે છે. અલ-કાયદાને ભ્રમ છે કે ભારતીય મુસલમાન તેની ઉશ્કેરણીમાં આવી જશે.

આ મહિને અમેરિકાના પ્રવાસ પર જનાર મોદીએ ભારત અને અમેરિકાના સંબંધો પર ભાર મુક્યો. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઐતિહાસિક સમાનતા છે. જો કે ભારતીય વડાપ્રધાને એ વાત સ્વિકારી કે ગત સમયમાં બંને દેશોના સંબંધોમાં ખૂબ જ ઉતાર-ચઢાવ આવ્યા છે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશોના સંબંધોએ એકસમી સદીમાં એક નવો આકાર લાવ્યો છે. તેમણે કહ્યું 'મને વિશ્વાસ છે કે ભારત અને અમેરિકા હકિકતમાં સૈન્ય ભાગીદારી વિકસિત કરી શકે છે.''

તેમણે આગળ કહ્યું 'ભારત-અમેરિકા સંબંધોને દિલ્હી અને વોશિંગ્ટનના મર્યાદિત ઘેરાવામાં જોવામાં ન આવે. બંને દેશોને ખબર છે કે તેમના સંબંધના ઘેરાવા કરતાં મોટા છે.''

સીએનએન દ્વારા ઇન્ટરવ્યૂ

સીએનએન દ્વારા ઇન્ટરવ્યૂ

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રથમ ઇન્ટરવ્યૂ ટીવી ચેનલ સીએનએનને આપ્યો હતો. સીએનએન દ્વારા આ ઇન્ટરવ્યૂ ભારતીય મૂળના પત્રકાર ફરીદ જઝકારિયાએ લીધો હતો.

વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ ઇન્ટરવ્યૂ

વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ ઇન્ટરવ્યૂ

સીએનએન ન્યૂઝ ચેનલ પર તમે આ ઇન્ટરવ્યૂ 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 4.30 વાગે જોઇ શકશો. ફરીદ ઝકારિયાએ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ ટીવી ઇન્ટરવ્યૂ 13 સપ્ટેમ્બરના રોજ લીધો હતો.

ભારતીય મુસલમાન દેશ માટે જીવ-મરે છે

ભારતીય મુસલમાન દેશ માટે જીવ-મરે છે

ફરીદ ઝકારિયાની સાથે ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે ભારતીય મુસલમાન દેશ માટે જીવ-મરે છે અને તે અલકાયદાની ઉશ્કેરામણીમાં નહી આવે.

અમેરિકા જતાં સભા સંબોધશે

અમેરિકા જતાં સભા સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકા જઇ રહ્યાં છે અને ન્યૂયોર્કમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળતાં પહેલાં એક સભાને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી આ સભાને લઇને અમેરિકામાં રહેનાર ભારતીયોમાં ભારે ઉત્સાહ છે.

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત

ફરીદ ઝકારિયાની સાથે આ ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ અમેરિકાની સાથે ભારતના સંબંધ, ચીનની સાથે સંબંધ અને આર્થિક વિકાસ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતો કરી હતી.

English summary
Modi in an interview to CNN said, “If anyone thinks Indian Muslims will dance to their tune, they are delusional. Indian Muslims will live for India, they will die for India - they will not want anything bad for India.”
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X