For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પવન બંસલના પુત્રોની કંપનીનું મૂલ્ય પાંચ વર્ષમાં 152 કરોડ થયું

|
Google Oneindia Gujarati News

pawan-bansal
નવી દિલ્હી, 7 મે : રેલ્‍વેમંત્રી પવન બંસલનું રાજકીય કદ જે ઝડપથી વધ્‍યું તે જ ઝડપથી તેમની પત્‍નિ અને પુત્રોની કંપની થીઓન ફાર્માનો ખજાનો ભરાતો ગયો. મધુ, અમિત અને મનીષની આ કંપની પાસે પાંચ વર્ષ પહેલા એક થેલો પણ ન હતો પરંતુ સરકારમાં બંસલનું કદ વધવાની સાથે આ કંપનીઓની તિજોરી પણ ભરાતી ગઇ. આજે આ કંપનીનું 152 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે.

થીઓન ફાર્માની શરૂઆત 2005માં થઇ હતી અને કંપનીએ 2007ના પાકા સરવૈયામાં શૂન્‍ય ટર્નઓવર જાહેર કર્યુ હતુ. જયારે 2012-13માં ટર્નઓવર 152 કરોડનું હતુ. બંસલ આ દરમિયાન સંસદીય કાર્યમંત્રી અને જળ સંશાધન મંત્રી હતા. જયારે ગયા વર્ષે નવેમ્‍બરમાં તૃણમૂલે યુપીએ સાથે છેડો ફાળતા તેઓ રેલ્‍વે મંત્રી બન્‍યા હતા.

ચંડીગઢમાં કંપની રજીસ્‍ટ્રાર પાસે જમા કરાયેલા દસ્‍તાવેજો અનુસાર કમાણીમાં થીઓનનું ખાતુ 2008માં ખુલ્‍યુ. એ વર્ષે કંપનીનું ટર્નઓવર 15.35 કરોડ હતુ જે તે પછીના વર્ષે વધીને 41 કરોડ થયુ. વર્ષ 2010માં 62 કરોડ અને 2011માં તે 100 કરોડ થયું હતું.

દસ્‍તાવેજમાંથી એ જાણવા મળે છે કે, હિમાચલમાં બદી સ્‍થિત આ કંપનીના પ્રોફીટમાં પણ પાંચ વર્ષમાં ભારે વધારો થયો છે. 2008માં નેટ પ્રોફીટ 28 લાખ રૂપિયા હતો જે વધીને ગયા વર્ષે 19.5 કરોડ થયો. કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ ચંડીગઢના સેકટર 26માં છે.

થીઓન ઉપરાંત બંસલના પુત્રો પાસે ત્રણ અન્‍ય કંપની પણ છે. ઇવા હેલ્‍થકેર, ઇસીસ પેકેજીંગ અને બંસી રોનક એનર્જી છે. દસ્‍તાવેજમાં એ વિગત નથી અપાઇ કે થીઓન કંઇ કંપનીઓની સાથે બીઝનેશ કરે છે. જો કે કંપનીનો દાવો છે કે, સીપ્‍લા, રેનબક્ષી, પીરામલ, ટોરેન્‍ટ ફાર્મા જેવી કંપનીઓ સાથે કારોબાર કરે છે.

થીઓન ફાર્માનો કારોબાર મુખ્‍યત્‍વે અમિત અને મનીષ ચલાવે છે પરંતુ તેમાં સૌથી મોટા શેરધારક બંસલની પત્‍નિ મધુ છે. મધુ ઇવા હેલ્‍થકેરમાં પણ ડાયરેકટર છે. અમિત દિલ્‍હી પબ્‍લીક સ્‍કુલ, મોહાલીમાં ડાયરેકટર હોવાની સાથે એ કંપનીમાં બીજો મોટો શેરધારક છે. અમિતની પત્‍નિ મોનીકા પાસે પણ થીઓનના 1.05 લાખ શેર છે.

મંત્રી પવનકુમાર બંસલના ભાણેજ વિજય સિંગલા, સંદિપ ગોયલ અને રેલ્‍વે અધિકારી મહેશકુમાર જે રીતે લાંચકાંડમાં ફસાયા છે તેના તાર 50 હજાર કરોડ રૂપિયાના ટેન્‍ડર સાથે જોડાયેલા છે. ડીએનએના રિપોર્ટ અનુસાર 10 કરોડની ડીલ થકી મહેશકુમાર જે પદ પર બેસવા ઇચ્‍છતા હતા તે તેમને ટુંક સમયની અંદર 50,000 કરોડ રૂપિયાનું ટેન્‍ડર મંજુર કરવાનો પાવર આપનાર હતો.

English summary
Pawan Bansal sons company value 152 crore in just 5 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X