For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાયલ રોહતગીએ કર્યુ શિવાજીનું અપમાન, ભડકેલી NCPએ કરી ધરપકડની માંગ

પાયલ રોહતગી સમાચારોમાં છે. આ વખતે પણ કારણ તેમનુ એક ટ્વીટ છે પરંતુ આ વખતે તેમણે પોતાની વાત માટે ટ્વીટર પર માફી માંગી જો કે આના માટે પણ તેમને ઘણી ટીકાઓ સહન કરવી પડી છે.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી અભિનેત્રી અને મોડલ પાયલ રોહતગી સમાચારોમાં છે. આ વખતે પણ કારણ તેમનુ એક ટ્વીટ છે પરંતુ આ વખતે તેમણે પોતાની વાત માટે ટ્વીટર પર માફી માંગી જો કે આના માટે પણ તેમને ઘણી ટીકાઓ સહન કરવી પડી છે, NCPએ પાયલ રોહતગી પર પોલિસમાં ફરિયાદ કરવાની માંગ કરી છે. NCPનું કહેવુ છે કે પાયલે મહારાષ્ટ્રના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે આના માટે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચોઃ બંગાળના કુચબિહારમાં TMC કાર્યકર્તાની હત્યા, તૃણમૂલે ભાજપ પર લગાવ્યો આરોપઆ પણ વાંચોઃ બંગાળના કુચબિહારમાં TMC કાર્યકર્તાની હત્યા, તૃણમૂલે ભાજપ પર લગાવ્યો આરોપ

પાયલ રોહગતીએ કર્યુ છત્રપતિ શિવાજીનું અપમાન

પાયલ રોહગતીએ કર્યુ છત્રપતિ શિવાજીનું અપમાન

વાસ્તવમાં પાયલ રોહતગીએ ટ્વીટર પર લખ્યુ હતુ કે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ શુદ્ર વર્ણમાં ખેડૂત પરિવારમાં થયો હતો અને યજ્ઞોપવિત સંસ્કાર અને પોતાની પત્ની સાથે પુનર્વિવાહ દ્વારા તેમને એક ક્ષત્રિય બનાવવામાં આવ્યા જેથી તેમનો રાજ્યાભિષેક કરી શકાય એટલા માટે લોકો વર્ણમાંથી બીજી વર્ણમાં પોતાની યોગ્યતાના બળે જઈ શકે છે, કોઈ જાતિવાદ નથી?

પાયલથી નારાજ થયા મરાઠા લોકો

ત્યારબાદ તો સોશિયલ મીડિયા પર ભૂકંપ આવી ગયો હતો. લોકોએ તેમના પર શિવાજીનું અપમાન કરવાનો આરોપ લગાવી દીધો. લોકોએ પાયલ માટે ઘણી તીખી વાતો સોશિયલ મીડિયા પર લખી. જો કે સોશિયલ મીડિયા પર હોબાળો વધતો જોઈ પાયલ રોહતગીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાના નિવેદન માટે માફી માંગી લીધી છે.

પાયલે માંગી માફી પરંતુ ભડકી NCP

પાયલે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો જેમાં તેણે કહ્યુ ક મારા સીધા પ્રશ્નને ખોટો સમજવામાં આવ્યો છે. અહીં સુધી કે હું નિશ્ચિત રૂપે એક મહાન રાજાની પૂજા કરુ છુ. મે કંઈક વાંચ્યુ હતુ અને એક માહિતી સામે આવી જેને મે બધાની સામે રાખી હતી પરંતુ સોશિયલ મીડિયા સંપૂર્ણપણે ટ્રોલથી ભરેલુ છે પરંતુ મારો ઈરાદો કોઈને ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો, જેને પણ મારી વાતોથી ખોટુ લાગ્યુ હોય હું તેમની હાથ જોડીને માફી માંગુ છુ.

પાયલે કરી હતી હિંદુ રાષ્ટ્રની માંગ

જો કે આ કોઈ પહેલો મોકો નથી જ્યારે પાયલ રોહતગીએ આ રીતનું ટ્વીટ કર્યુ છે. હાલમાં જ તેમણે હિંદુ રાષ્ટ્રની માંગ કરી હતી જેના માટે તે ઘણી ટ્રોલ પણ થઈ હતી. પાયલ રોહતગીએ પોતાનો એક વીડિયો બનાવીને ટ્વીટ કર્યુ હતુ જેમાં તે કહી રહી હતી કે અમને હિંદુઓને પણ એક દેશ જોઈએ જેને અમે અમારો દેશ કહી શકીએ. આખા વિશ્વમાં એક પણ હિંદુ રાષ્ટ્ર નથી. દરેક દેશમાં લઘુમતીઓ છે અને કોઈ પણ દેશ ભારતની હિંદુ સંસ્કૃતિને નથી સમજી શકતો કારણકે હિંદુ ધર્મનુ ઓરિજિન હિંદુસ્તાનમાં થયુ છે. તો ધર્મ નિરપેક્ષ થઈને પણ ભારત હિંદુ રાષ્ટ્ર થઈ શકે છે.

English summary
Payal Rohtagi made an outrageous statement against Chhatrapati Shivaji Maharaj, NCP called for action
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X