
ગૂગલે આપ્યો Paytmને મોટો ઝટકો, પ્લે સ્ટોરમાંથી હટાવી એપ
નવી દિલ્લીઃ ગૂગલે પેટીએમને મોટો ઝટકો આપ્યો છે. જે હેઠળ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તેની બે એપને હટાવી દેવામાં આવી છે. પેટીએમ પર ગૂગલની પૉલિસીનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. ગૂગલના જણાવ્યા મુજબ તે કોઈ રીતની ઑનલાઈન કેસિનો અને જુગાર સાથે જોડાયેલ એપને કોઈ પણ કિંમતે પોતાના પ્લેટફોર્મથી પ્રમોટ નહિ કરે.
ગૂગલ તરફથી શુક્રવારે જારી અધિકૃત નિવેદન મુજબ તે ભારતમાં કોઈ પણ રીતે ઑનલાઈન જુગાર અને કેસિનો ગેમ્સને પ્રોત્સાહન નથી આપતુ. તેમનો હેતુ લોકોને એક સુરક્ષિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો છે. તેમની બધી પૉલિસી ગ્રાહકોના હિત માટે બનાવવામાં આવી છે. આ કારણે પેટીએમને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવ્યુ છે. હવે યુઝર્સ આવતા આદેશ સુધી પેટીએમ મોબાઈલ એપ ડાઉનલોડ નહિ કરી શકે. જો કે કંપનીની અન્ય એપ જેવી કે પેટીએમ બિઝનેસ, પેટીએમ મની વગેરે હજુ પણ પ્લે સ્ટોર પર છે.
ગૂગલના જણાવ્યા મુજબ પેટીએમ અને પેટીએમ ફર્સ્ટ એપ યુઝર્સને એવી સાઈટ પર લઈ જાય છે, જે તેમને રોકડા પૈસા જીતવાની ઑફર આપે છે. જોવા જઈએ તો એક રીતે તે જુગાર જેવુ છે જેનાથી યુઝર્સને નુકશાન થઈ શકે છે જેના કારણે ભારતમાં ગૂગલની પૉલિસીનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે જુગાર અને સટ્ટો રમવો ભારતમાં કાયદાકીય ગુનો માનવામાં આવે છે.
પેટીએમ તરફથી આ બાબતે અધિકૃત નિવેદન આવ્યુ છે. પેટીએમે ટ્વિટ કરીને લખ્યુ કે અમારી એંડ્રોઈડ એપ અસ્થાયી રીતે ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ અને અપલોડ માટે હાજર નથી. તે બહુ જલ્દી પાછી આવી જશે. તેમણે ગ્રાહકોને ભરોસો આપ્યો કે તેમના પૈસા સુરક્ષિત છે અને તે પેટીએમ સેવાઓનો સામાન્ય રીતે લાભ લઈ શકે છે.
કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવતે સરકાર પર કર્યા આકરા પ્રહાર