For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1000 ટન સોનાની શોધમાં ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

|
Google Oneindia Gujarati News

કાનપુર, 19 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશના કાનપુર પાસે ઉન્નાવમાં ડોંડિયા ખેડા હાલમાં આખી દુનિયાના નિશાના પર છે. દરેકની નઝરો આજકાલ ખંડેરમાં છૂપાયેલ 1000 ટન સોના પર છે. સાધુએ સપનામાં જોયું તો સરકારે પણ તેની પર વિશ્વાસ કરીને એએસઆઇને ખોદકામ માટેની પરવાનગી આપી દીધી.

ડોંડિયા ખેડા ગામમાં પુરાતત્વ વિભાગની 12 લોકોની ટીમ ખોદકામમાં લાગી ગઇ છે. હજી આ ખોદકામમાં એક મહીના જેટલો સમય લાગવાનો છે. ખોદકામને ધ્યાનમાં રાખીને ત્રણ કિલોમીટર સુધી બેરિકેટિંગ કરવામાં આવી છે. લોકોની આવન જાવન બંધ કરી દેવામાં આવી છે. તો પણ ખજાનાને જોવા માટે અત્રે લોકોની ભીડ રોજ જમા થઇ રહી છે.

એટલું જ નહીં લોકોની આવન જાવનને જોતા અત્રે દુકાનો લારી-ગલ્લા ખુલી ગયા છે. અત્રે સેનાનો બંદોબસ્ત ગોઠવી દેવાની માગ કરવામાં આવી છે જેનાથી ખજાનો મળતા કોઇ લૂટપાટ જેવી ઘટના ના ઘટે. અને આ અરજી મંજૂર પણ કરી લેવાઇ છે.

ખજાનાની વાત સાંભળતા જ ડોંડિયા ખેડામાં આસપાસના લોકોની કતારો લાગી ગઇ છે, અત્રે અદ્દલ મેળા જેવું વાતાવરણ સર્જાઇ ગયું છે. દેશી-વિદેશી મીડિયા પણ અત્રે આવી પહોંચ્યું છે. વિસ્તારમાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. પરંતુ આસપાસ જમા હજારો લોકોની ભીડને હટાવવાની કવાયત થતી જણાતી નથી. હાલાત જોઇને લાગી રહ્યું છે કે ખજાનાની શોધે ઉન્નાવના આ નાનકડા ગામ ડોંડીયા ખેડામાં 'પિપલી લાઇવ' જેવું વાતાવરણ સર્જી નાખ્યું છે.

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

ઉત્તર પ્રદેશના કાનપુર પાસે ઉન્નાવમાં ડોંડિયા ખેડા હાલમાં આખી દુનિયાના નિશાના પર છે. દરેકની નઝરો આજકાલ ખંડેરમાં છૂપાયેલ 1000 ટન સોના પર છે.

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

સાધુએ સપનામાં જોયું તો સરકારે પણ તેની પર વિશ્વાસ કરીને એએસઆઇને ખોદકામ માટેની પરવાનગી આપી દીધી.

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

ડોંડિયા ખેડા ગામમાં પુરાતત્વ વિભાગની 12 લોકોની ટીમ ખોદકામમાં લાગી ગઇ છે.

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

હજી આ ખોદકામમાં એક મહીના જેટલો સમય લાગવાનો છે. ખોદકામને ધ્યાનમાં રાખીને ત્રણ કિલોમીટર સુધી બેરિકેટિંગ કરવામાં આવી છે.

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

લોકોની આવન જાવન બંધ કરી દેવામાં આવી છે. તો પણ ખજાનાને જોવા માટે અત્રે લોકોની ભીડ રોજ જમા થઇ રહી છે.

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

ડોંડિયા ખેડા બન્યું 'પિપલી લાઇવ'

લોકોની આવન જાવનને જોતા અત્રે દુકાનો લારી-ગલ્લા ખુલી ગયા છે.

English summary
The hunt for a 1,000-tonne gold treasure had shades of the Hollywood western, Mackenna's Gold. But the media circus that the occasion spawned was pure Peepli Live.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X