For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેન્ટાગોને ભારતને હોવિત્ઝર તોપો વેચવા આપી અધિસૂચના

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 9 ઓગસ્ટ : અમેરિકાના રક્ષા મંત્રાલયે ભારતને 88.5 કરોડ ડોલરની કિંમતવાળી 155 મીમીની 145 હોવિત્ઝર તોપો વેચવા અંગે કોંગ્રેસને અધિસૂચિત કર્યા છે. રક્ષા મંત્રાલયે એક અધિસૂચનામાં જણાવ્યું કે ભારત સરકારે 155 મિમીની ઓછા વજનવાળી 145 એમ - 777 હોવિત્ઝર તોપો, લંઝર તંત્ર (લેઝર ઇનર્શિયલ આર્ટિલરી પોઇન્ટિંગ સિસ્ટમ - એલઆઇએનએપીએસ), વોરન્ટી, વધારાના સ્પેરપાર્ટ્સ અને સમારકામ માટે જરૂરી સ્પેરપાર્ટ્સ, તેની જાળવણી અને તાલીમી સાધનો વગેરેના વેચાણ માટે અનુરોધ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે તેનો અંદાજિત ખર્ચ 88.5 કરોડ ડોલર છે.

રક્ષા સુરક્ષા સહયોગ એજન્સી (ડીએસસીએ) દ્વારા આ સપ્તાહે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે "આ પ્રસ્તાવિત વેચાણ અમેરિકા - ભારત વચ્ચેના વ્યુહાત્મક સંબંધોને વધારે મજબૂત બનાવવામાં મદદ કરવા સાથે અમેરિકાની વિદેશી નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપશે." આ દક્ષિણ એશિયાના એક એવા મહત્વના સહયોગીની સુરક્ષા સુધારવામાં મદદ કરશે. જે હંમેશાથી ત્યાં રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે સમર્પિત રહ્યું છે. કોંગ્રેસને આ અધિસૂચના 2 ઓગસ્ટના રોજ આપવામાં આવી.

howitzer-155-mm-tank

ડીએસસીએ જણાવ્યું કે ભારત પોતાના સૈન્ય દળોને આધુનિકીકરણ કરવા માટે ખતરનાક સ્થિતિઓમાં અભિયાન ચલાવવાની ક્ષમતા વધારવા માટે હોવિત્ઝર તોપોનો ઉપયોગ કરવા માંગે છે. ભારતને આ હથિયારોને પોતાના સૈન્ય દળોમાં ઉપયોગમાં લેવામાં કોઇ તકલીફ નહીં થાય.

English summary
Pentagon notified Congress for sale of Howitzer to India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X