For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના શપથ ગ્રહણ સમારંભમાં જોવા મળ્યા આ ફિલ્મી સ્ટાર્સ, બોલિવુડ ક્વીને કહી આ વાત

રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકો પહોંચ્યા હતા. આમાં ઘણા યુવા કલાકારો પણ શામેલ હતા.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે નરેન્દ્ર મોદીએ બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધી. શપથના આ કાર્યક્રમમાં લગભગ 8000 જાણીતા લોકો પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકો પહોંચ્યા હતા. આમાં ઘણા યુવા કલાકારો પણ શામેલ હતા.

rajnikant

અહીં કંગના રનોત, શાહિદ કપૂર, કરણ જોહર, રજનીકાંત અને તેમની પત્ની લતા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત સિદ્ધાર્થ રૉય કપૂર, વિવેક ઓબેરૉય, અનુપણ ખેર, મધુર ભંડારકર અને બોની કપૂર આ કાર્યક્રમનો હિસ્સો રહ્યા. બોની કપૂરે કહ્યુ કે આ આયોજનમાં આમંત્રિત થઈને તે ઘણા ખુશ છે. તેમણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યુ કે નરેન્દ્ર મોદીએ જે સ્તરની જીત મેળવી છે એ કોઈ જશ્નથી કમ નથી. આ લોકતંત્રની જીત છે. કંઈક સારુ થયુ છે અને સારુ થતુ રહેશે.

વળી, કાર્યક્રમ માટે મુંબઈ એરપોર્ટથી દિલ્લી નીકળતા કંગનાએ કહ્યુ કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પ્રચંડ જીત માટે અભિનંદન પાઠવે છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીએ અમુક લક્ષ્ય નક્કી કર્યા છે અને તે આપણે તેમના ભાષણમાં સાંભળ્યા છે. અમારી શુભકામનાઓ તેમની સાથે છે. તે દેશ માટે સૌથી સારુ કરવામાં સક્ષમ છે. તે સૌથી વધુ પ્રિય પ્રધાનમંત્રી છે. તે પોતાની મહેનતના કારણે આજે આ જગ્યા પર છે. આપણે બધા તેમની પ્રશંસા કરવા માટે બાધ્ય છીએ.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની બાયોપિકમાં તેમની ભૂમિકા નિભાવનાર વિવેક ઓબેરૉય ત્યાં પહોંચ્યા હતા અને તેમણે કહ્યુ કે હું નરેન્દ્ર મોદી ભાઈને તેમના મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીના સફરમાં ત્રીજી વાર શપથ લેતા જોઈ રહ્યો છુ. તમને જણાવી દઈએ કે કાર્યક્રમમાં જિતેન્દ્ર, સની દેઓલ (ગુરદાસપુરથી ભાજપ સાંસદ) પહોંચ્યા હતા. આ ઉપરાંત બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટા પણ ત્યાં પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ નવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહ પર કર્યો પલટવાર, કહી આ વાતઆ પણ વાંચોઃ નવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહ પર કર્યો પલટવાર, કહી આ વાત

English summary
people from Bollywood at PM Modi’s swearing ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X