For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ વિશે ગૂગલમાં આ શું સર્ચ કરી રહ્યા છે લોકો

ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ વિશે ગૂગલમાં આ શું સર્ચ કરી રહ્યા છે લોકો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય મૂળના ગીતા ગોપીનાથને પહેલી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ આઈએમએમએફના ચીફ ઈકોનોમિસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આખા દેશ માટે ગૌરવની વાત છે ત્યારે કેટલાક યૂઝર્સે કરેલી હરકતને પગલે તમને પણ ગુસ્સો આવી જશે. રઘુરામ રાજન બાદ ગીતા દ્વિતિય એવાં અર્થશાસ્ત્રી છે જેઓ આઈએમએફના પ્રમુખ અર્થશાસ્ત્રી તરીકે કામ કરશે. ગીતાનો ભારતમાં જ ઉછેર થયો, એવામાં તેમના વિશે જાણવા માટે લોકોને ઉત્સુકતા પણ છે પરંતુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. ગૂગલ પર લોકો એમની આવળત, નિપૂણતા કે ડીગ્રી વિશે નહિ પણ જાતિ કઈ છે તે શોધી રહ્યા છે.

ગીતાની જ્ઞાતિમાં લોકોને દિલચસ્પી

ગીતાની જ્ઞાતિમાં લોકોને દિલચસ્પી

'ગીતા ગોપીનાથ કાસ્ટ' ગૂગલ પર ભારે સર્ચ કરવામાં આવી રહ્યું છે. inuth.com મુજબ આ ટૉપિકે ગૂગલ પર સર્ચ ટ્રેન્ડિંગમાં જગ્યા બનાવી છે. લોકો સતત ગીતાની જાતિ વિશે જાણવા માટે સર્ચ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ગીતા ગોપીનાથ ડિસેમ્બરમાં આઈએમએફની ચીફ ઈકોનોમિસ્ટનું પદ સંભાળશે. ગીતા ગોપીનાથ મૉરે ઑબ્સ્ટફીલ્ડની જગ્યા લેશે, જે વર્તમાનમાં આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ છે. મૉરે ડિસેમ્બરમાં રિટાયર થઈ રહ્યા છે.

લેડી શ્રીરામ કોલેજની ગ્રેજ્યુએટ છે ગીતા

લેડી શ્રીરામ કોલેજની ગ્રેજ્યુએટ છે ગીતા

ગીતા હાલમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ સ્ટડીની પ્રોફેસર છે. 1971માં ગીતાનો જન્મ થયો અને પછી તેમણે સ્કૂલનો અભ્યાસ પણ ત્યાંથી જ કર્યો. જે બાદ ગીતા દિલ્હી આવી ગઈ અને અહીં લેડી શ્રીરામ કોલેજથી એમણે ગ્રેજ્યુએશન કર્યું. ગીતાએ દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ અને યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનથી માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ગીતાનો માઈક્રો-ઈકોનોમિક્સમાં નિપૂણતા છે. વર્ષ 2001માં તેમણે પ્રિંસટન યુનિવર્સિટીથી ઈકોનોમિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો હતો.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે ગીતા

હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે ગીતા

ગીતાએ 2001માં શિકાગો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરનું પદ સંભાળ્યું અને બાદમાં વર્ષ 2005માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલ્યા ગયાં હતાં અને 2005થી હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય અને આર્થિક મામલાના પ્રોફેસર છે. તેઓ અમેરિકન ઈકોનોમિક રિવ્યૂના કો-એડિટર છે. આ ઉપરાંત નેશનલ બ્યૂરો ઑફ ઈકોનોમિક રિસર્ચમાં ઈન્ટરનેશનલ ફાઈનેંસ એન્ડ માઈક્રો-ઈકોનોમિક્સ પ્રોગ્રામના પણ ડાયરેક્ટર છે. ગીતાએ આઈએમએફના પૂર્વ ઈકોનોમિક કાઉંસિલ કેનેથ રોગૉફની સાથે મળીને ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સની હેંડબુક પણ લખી છે.

આ સહેલા ઉપાયોથી બનાવી શકો છો બાળકોનું સફળ કરિયર આ સહેલા ઉપાયોથી બનાવી શકો છો બાળકોનું સફળ કરિયર

English summary
People google Gita Gopinath caste after India born become IMF chief economist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X