• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું ઓડ-ઇવન ફોર્મુલાથી દિલ્હીની હવા સાફ થઇ જશે? ના, જાણો કેમ!

|

દિલ્હીને પ્રદૂષણથી બચવવા માટે આજેથી આપ સરકારે ઓડ ઇવન ફોર્મૂલા લાગુ કર્યો છે. જે મુજબ એક જાન્યુઆરીના રાતના 8 વાગ્યા સુધી રસ્તાઓ પર ખાલી ઓડ નંબર એટલે કે જે ગાડીના અંતમાં 1,3,5,7,9 નંબર આવતો હોય તે જ ચાલશે. જો કે આ નિયમો માટે સીએનજી રીક્ષા ચાલકો અને મહિલા ચાલકોને છૂટ આપવામાં આવી છે. પણ અન્ય તમામને નિયમ તોડવા પર 2000 રૂપિયા દંડ પેટે ભરવાનો રહેશે. એટલું જ નહીં આ નિયમની શરૂઆત પેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુલ કાર પુલિંગ કરીને ઓડ નંબર વાળી ગાડીમાં ચલાવીને ઓફિસ ગયા. તો બીજી તરફ દિલ્હીવાસીઓએ પણ આ નિયમને ભારે ઉત્સાહ સાથે આપનાવ્યો. અને રસ્તા પર પણ આ નિયમને સફળતા મળી તેવું હાલ તો લાગી રહ્યું છે.

તે વાત તો ખરેખરમાં સરાહનીય છે કે દિલ્હીવાસીઓએ આ નવા અખતરાને હસખુશી અપનાવ્યો છે. અને આપ સરકારે પણ આ ફોર્મૂલાને સફળ બનાવવા પૂરતો પ્રયાસ પણ કર્યો છે. જે સારી વાત છે પણ આ તમામ પગલાં ભર્યા બાદ દિલ્હીની હવા સાફ થવાનો અને પ્રદૂષણ મુક્ત થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેના અનેક કારણો છે જે વિષે નીચેના ફોટોસ્લાઇડરમાં આપણે ચર્ચા કરશું સાથે જ શું છે આ ઓડ ઇવન ફોર્મુલા, તે માટે આપ સરકારે કેવા પ્રયાસો કર્યા અને શું તેનાથી દિલ્હીની હવા સાફ થશે કે કેમ તે વિષે વધુ જાણવા માટે વાંચો નીચેના આ વિસ્તૃત અહેવાલ...

શું છે ઓડ ઇવન ફોર્મૂલા?

શું છે ઓડ ઇવન ફોર્મૂલા?

1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવેલા આ ફોર્મુલા મુજબ 0,2,4,6,8 જેવા ઇવન નંબરથી ચાલતી કાર એક દિવસ ચાલશે અને બીજે દિવસે 1,3,5,7,9થી પૂરી થતી નંબર વાળી કાર ચાલશે. રવિવારે બન્ને નંબરો વાળી કાર ચાલી શકે છે. અને મહિલા ચાલકો અને સીએનજી રીક્ષાવાળાઓ પર આ નિયમ નહીં લાગુ પડે.

સીએમ કેજરીવાલે લોકોના સર્મથનથી થયા ખુશ

સીએમ કેજરીવાલે લોકોના સર્મથનથી થયા ખુશ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોતે કાર પુલિંગ કરીને આવ્યા. વળી તેમણે દિલ્હીવાસીઓનો આભાર માની તેમના હોશિંલા પ્રતિસાદને વખાણ્યો. નોંધનીય છે કે આ નિયમની શરૂઆત થતા દિલ્હીવાસીઓએ તેના સારો પ્રતિસાદ આપ્યો છે.

ગાંધીગિરીથી સમજવાશે

ગાંધીગિરીથી સમજવાશે

સરકારે પોતાની રીતે તૈયારી કરતા ડીટીસીની 3000થી વધુ બસો રસ્તા પર દોડતી કરી છે. મેટ્રો ટ્રેનના ફેરા પણ વધારવામાં આવ્યા છે. વળી આપના 8 હજાર જેટલા વાલેન્ટિયર આ ફોર્મૂલાને લોકો સુધી ગાંધીગિરી દ્વારા પહોંચાડશે. સ્કૂલના બાળકોને પણ આ માટે શપથ લેવડાવામાં આવી છે. અને કેજરીવાલે પણ કહ્યું છે કે આવનારા 15 દિવસમાં તે તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી આ પ્રયાસને સફળ બનાવાનો બનતો પ્રયાસ કરશે.

પહેલા જ દિવસે પકડાયા ભાજપ નેતા

પહેલા જ દિવસે પકડાયા ભાજપ નેતા

આજે અત્યાર સુધીમાં 80 જેટલી ગાડીઓ પાસેથી 2000 રૂપિયાનો દંડ લેવામાં આવ્યો જેમણે આ ઓડ ઇવન ફોર્મૂલાને ફોલો નથી કર્યો. અને તેમાં ભાજપના સાંસદ સત્યપાલ સિંહ પણ પકડાયા તે ઓડ નંબર વાળી ગાડીમાં જઇ રહ્યા હતા. જો કે તેમને દંડ નથી ભરવો પડ્યો તેમને ખાલી નવા નિયમોની પર્ચી પકડાવામાં આવી છે.

પણ શું આ ફોર્મૂલા સફળ થશે?

પણ શું આ ફોર્મૂલા સફળ થશે?

નોંધનીય છે કે આ ફોર્મિલાની ખરી સફળતા 4 જાન્યુઆરીથી થશે. હાલ તો રજાઓના કારણે ટ્રાફિક ઓછા છે પણ ખરી મુશ્કેલ 4 જાન્યુઆરી સોમવારથી થશે. વધુમાં જાણકારોનું પણ માનીએ તો આ પ્રયાસ કરવાથી દિલ્હીની હવામાં જોઇએ તેટલી પ્રદૂષણ મુક્ત નહીં થાય.

જાણકારોનો મત આ મામલે

જાણકારોનો મત આ મામલે

જો કે એક બાજુ જ્યાં કેજરીવાલ આ ફોર્મુલાથી બપોર સુધીમાં પ્રદૂષણ ઓછું થવાની વાત કરી રહ્યા છે ત્યાં જ બીજી તરફ નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સના મત મુજબ હજી સુધી પ્રદૂષણમાં કંઇ ખાસ બદલાવ નથી આવ્યો. ત્યારે આપ સરકારનો આ નવો અખતરો કેટલા સફળ થયો તે વિષે આવનારા 15 દિવસમાં ખબર પડી જશે.

English summary
Delhi's new odd-even plan for cars took off today in a drastic step to cut down smog in the world's most polluted city. Chief Minister Arvind Kejriwal says he is "overwhelmed by the response."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more