ભારતમાં ક્રિસમસની ઉજવણી, વાંચો આજના સમાચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો પહેલગામમાં ફેમસ ટૂરિસ્ટ રિસોર્ટ પાસે રોડમાં બરફથી ઢંકાયેલા રોડ પર બાળકો દ્વારા ક્રિકેટ રમવામાં આવ્યું હતું. જયપુરમાં સેન્ટ ઝેવિયર્સ ચર્ચ ખાતે લોકો દ્વારા કેન્ડલ પ્રજવલ્લિત કરવામાં આવી હતી. નવી દિલ્હીએ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને તેમના 89માં જન્મ દિવસ નીમિત્તે શુભેચ્છા પાઠવવા ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ તેમને નિવાસ્થાને ગયા હતા. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

બરફમાં ક્રિકેટની મજા

બરફમાં ક્રિકેટની મજા

પહેલગામમાં ફેમસ ટૂરિસ્ટ રિસોર્ટ પાસે રોડમાં બરફથી ઢંકાયેલા રોડ પર ક્રિકેટ રમી રહેલા કાશ્મીરી બાળકો.

કોંગ્રેસ કાર્યકર્તાની બેઠક

કોંગ્રેસ કાર્યકર્તાની બેઠક

જોધપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠકમાં હાજર રહેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત.

જયપુરમાં ક્રિસમસની ઉજવણી

જયપુરમાં ક્રિસમસની ઉજવણી

જયપુરમાં સેન્ટ ઝેવિયર્સ ચર્ચ ખાતે કેન્ડલ પ્રજવલ્લિત કરી રહેલા લોકો.

ક્રિસમસની ઉજવણી કરી રહેલા બાળકો

ક્રિસમસની ઉજવણી કરી રહેલા બાળકો

ભોપાલમાં ક્રિસમસની ઉજવણી કરી રહેલા બાળકો.

વાજપાયીને શુભેચ્છા આપતા લોકો

વાજપાયીને શુભેચ્છા આપતા લોકો

નવી દિલ્હીએ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને તેમના 89માં જન્મ દિવસ નીમિત્તે શુભેચ્છા પાઠવવા એકઠાં થયેલા લોકો.

વાજપાયીને જન્મ દિનની શુભેચ્છા

વાજપાયીને જન્મ દિનની શુભેચ્છા

નવી દિલ્હીએ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને તેમના 89માં જન્મ દિવસ નીમિત્તે શુભેચ્છા પાઠવવા આવેલા ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ.

 ક્રિસમસની પ્રે

ક્રિસમસની પ્રે

ગુવાહાટીના પાનબજારમાં સેન્ટ. જોસેફ કો-કાથેડ્રલ ચર્ચ ખાતે ક્રિસમસના દિવસે બોડો પરિવારના સભ્યો દ્વારા પ્રે કરવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X